SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી ૧૨૦ મારું ફળ આવવાનું હશે તો તે બધાંને જ એક સરખું આવશે; મારે માટે તો ભોગોનું અનિષ્ટ ફળ આવે અને બીજાઓ માટે ઇષ્ટ ફળ આવે એમ તો બનવાનું નથી; એટલે કેવળ મારે માટે જ ભોગોનું અનિષ્ટ ફળ આવે એમ તો થોડું જ બનવાનું છે. અર્થાત્ જે સૌનું થશે એ જ મારું પણ થશે.' એમ ધારીને વધુ બેશરમ બનેલો તે કામભોગી કામભોગોમાં પોતાનો વધુ વધુ રસ-રાગ-અનુરાગ બતાવી વિશેષ ક્લેશ પામે છે અને બીજાઓને પણ વિશેષ ક્લેશ થાય એમ વર્તે છે. (૧૮રૂ) તો તે ટૂંકું સમામછું, તમેનુ થાવોમુ ય । अट्ठाए य अणट्ठाए, भूयगामं विहिंसई ॥५॥ ૧૮૩. એવું એવું નટપણે વિચારી વધારે નફ્ટ બનેલો એ ભોગી મનુષ્ય, હાલતા ચાલતા એવા ત્રસ પ્રાણો તરફ ભારે ક્રૂરતાથી વર્તવાનું શરૂ કરે છે, તેમનો ઘાત સુધ્ધાં કરી નાખે છે અને જે પ્રાણીઓ ગતિ વગરનાં છે – સ્થાવર છે, તેમનો પણ ઘાત કરે છે. પોતાનું કાંઈ પ્રયોજન સરતું હોય કે ન સરતું હોય તોપણ તે ભોગી એ રીતે તમામ પ્રાણીઓનો ઘાત કર્યા જ કરે છે. (૨૮૪) હિંસે વાતે મુસાવાર્ફ, માત્તે પિમુળે સઢે । भुंजमाणे सुरं मंसं, सेयमेयं ति मन्नई || ६ || ૧૮૪. આમ કરતો કરતો એ અજ્ઞાની ભોગી, ”ભારે હિંસક બની જાય છે; ખોટું બોલવાનો આદી થઈ જાય છે, દંભી બની જાય છે, ચાડિયો થાય છે અને શઠતા સુધી પહોંચી જાય છે, તથા તે, એટલે સુધી અવળે માર્ગે ચડી જાય છે કે માંસ ખાતો અને દારૂ પીતો તે, પોતાને સારુ એ શ્રેયરૂપ છે-કલ્યાણરૂપ છે-હિતકર છે એમ માનતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy