________________
દડવર્ગ
કેટલાક પાપીઓ નરકમાં અવતાર પામે છે. સારી પ્રવૃત્તિ કરનારા સ્વર્ગમાં અવતરે છે અને તદ્દન દોષ વગરના માનો નિર્વાણને પામે છે. ૧૧
ભલે આકાશમાં જાય, ભલે સમુદ્રની વચ્ચે રહે અગર પર્વતની ગુફામાં પેસી રહે, તોપણ જગતમાં એવું કોઈ ઠેકાણું નથી કે જ્યાં રહેનારે લાલચુ માણસ પાપકર્મથી છૂટી શકે.૧૨
ભલે આકાશમાં જાય, સમુદ્રની વચ્ચે રહેવાનું રાખે કે પર્વતની ગુફામાં સંતાઈને રહે, તે પણ જગતમાં એવું કેાઈ સુરક્ષિત સ્થળ નથી કે જ્યાં રહેનાર માનવને મૃત્યુ ન પહેાંચી શકે. ૧૩
નવમો પાપવર્ગ સમાપ્ત.
૧૦ : દંડવર્ગ બધાં પ્રાણીઓ દંડથી ભારે ત્રાસ પામે છે. તમામ પ્રાણીઓ મૃત્યુથી ડરતા રહે છે. માટે તમામ પ્રાણીઓને પિતાની જેવાં જ સમજીને જાતે કોઈને ઘાત કરો નહિ અને બીજા પાસે પણ કાઈનો ઘાત કરાવવો નહિ. ૧
તમામ જી દંડથી ત્રાસ પામે છે. તમામ જીવોને જીવવું વહાલું લાગે છે. માટે તમામ પ્રાણીઓને પિતાની જેવાં જ સમજીને જાતે કોઈને ઘાત કરવો નહિ અને બીજા પાસે પણ કોઈને ઘાત કરાવો નહિ. ૨
જે માનવ, સુખની ઇરછા રાખનારા પ્રાણીઓની દંડ દ્વારા હિંસા કરે છે, તે પિતાની જાતને સારુ સુખને શોધો
* “દંડ' એટલે મનની દુષ્ટ પ્રવૃત્તિ, વયનની દુષ્ટતા અને શરીરની દુષ્ટ ઝા. જૈન પરિભાષા માં એ ત્રણ માટે મનોદંડ, વચનદડ, અને કાયદંડ એવા ત્રણ શબ્દો છે. વળી, “દંડ'ને અહીં મારવાનું સાધન ફંડ” અર્થ પણ ઘટી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org