________________
બાલવ
કોઈ મૂઢ માનવ દર્ભની અણુ ઉપર આવે તેટલું ભેજન પ્રતિ માસે લે છતાં તે ધર્મને સમજનારા લોકોની સોળમી કળાને પણ લાયક થઈ શકતો નથી–અર્થાત્ ગમે તેવું ઘોર તપ તપનાર પણ ધર્મને સમજનારાની તોલે આવી શકતો નથી. ૧૧
તાજું દૂધ જેમ ઝટ દઈને દહીં રૂપને પામી શકતું નથી, તેમ તાજું કરેલું પાપકર્મ ઝટ દઈને પોતાનું ફળ આપી શકતું નથી, પરંતુ તે પાપકર્મ રાખથી ઢંકાયેલા અગ્નિની પેઠે મૂઢ માણસને નિરંતર દઝાડતું રહે છે. ૧૨
મૂઢ માણસની પંડિતાઈ જ્યાં સુધી અનર્થકારી નીવડે છે, ત્યાં સુધી એ માથું ફેડતી પંડિતાઈ તેની પવિત્રતાનો નાશ કરે છે. ૧૩
મૂઢ ભિક્ષુ જે ભાવના પિતાનામાં ન હોય, તે પિતાનામાં છે એવું ઈચ્છે છે, બીજા ભિક્ષુઓમાં પોતાને માનમરતબ ઈચ્છે છે, ગૃહસ્થોનાં ઘરોમાં પેતાનું ઐશ્વર્ય અને બીજાં કુલ માં પોતાની પૂજા કે પ્રતિષ્ઠા ઈચ્છે છે. ૧૪
તથા ગૃહસ્થે અને ભિક્ષુઓ બને હું કરું તેને જ માને, મારું કહ્યું જ કરે, મારી “હાએ હા પાડે ” એમ ઇચ્છે છે, તેઓ કોઈ પણ વિધિ કે નિષેધના કાર્યમાં અથવા નાનાંમોટાં બધાં કાર્યોમાં મારે જ વશ રહે એમ ઈચ્છે છે. એ પ્રમાણેના એ મૂઢ ભિક્ષના સંકલ્પને લીધે તેનાં તૃષ્ણ અને અભિમાન વધે છે. ૧૫
માન-પૂજા વગેરેના લાભને માર્ગ જુદો છે અને નિવણને માર્ગ જુદે છે. એ પ્રમાણે એને બરાબર સમજી લઈને બુદ્ધને શ્રાવક એવો ભિક્ષુ સંસારનાં માન-પૂજાને ન વાંછે અને એકાંતમાં રહીને અલિપ્ત રહેવાની વૃત્તિને કેળવે. ૧૬
પાંચમે બાલવર્ગ સમાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org