________________
ગ્રંથે આપણી પ્રજામાં ધર્મ વિશે જરૂર નો પ્રકાશ પાડશે અને એકબીજાના ધર્મ વિશે જે આપણી ગેરસમજ પ્રવર્તી રહી છે, તેને દૂર કરી તે તે ધર્મો પ્રત્યે આપણામાં જિજ્ઞાસા પેદા કરશે; અને પરિણામે સૌ કોઈ પોતપોતાના ધર્મમાં દઢમૂળ બની બીજાના ધર્મો પ્રત્યે ઉદારતા કેળવવા જેટલી સર્વધર્મસમભાવની ભાવનાથી રંગાશે. તેથી સર્વધર્મસમભાવના પ્રેમીઓનું અને ખાસ કરીને લોકહિતકર સાહિત્ય પ્રચારક આ “સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય'ના સંચાલકનું આ બાબત ખાસ ધ્યાન ખેંચું છું.
આ સરળ અનુવાદની સાથે સાથે નીચે ટિપ્પણો આપેલાં છે. તેમાં ધમ્મપદના કેટલાક શ્લોકોના અર્થની વિશેષ સ્પષ્ટતા કરેલી છે. કોઈ પારિભાષિક હકીકતનું વિવેચન કરેલ છે અને સાથે સાથે જૈન અને વૈદિક પરંપરાના શબ્દોની સાથે પ્રસ્તુત ધમ્મપદના કેટલાક શબ્દોની યથાસ્થાન આવશ્યકતાનુસાર તુલના પણ કરેલી છે અને આવા વ્યાપક ગ્રંથમાં પણ સાંપ્રદાયિકતાની ગંધ પેઠા સિવાય નથી રહી એ પણ સપ્રમાણ જણાવેલ છે.
આ અનુવાદને સરળ કરવા યથામતિ લક્ષ્ય રાખેલ છે; છતાં કાઈ પારિભાષિક વા અન્ય ચૂક રહી ગયેલી ધ્યાનમાં આવે, તો બૌદ્ધ પંડિતો જરૂર સૂચન કરવા કૃપા કરે. આ અંગે કેટલી સફળતા મળી છે, એ તે વાચકો જાણે. આ પ્રવૃત્તિમાં સહાયભૂત થવા માટે માનનીય શ્રી ધર્માનંદજી કોસંબીજનો હું સવિશેષ ઋણી છું અને ભાઈ ધીરજલાલ ધનજીભાઈ શાહનો સહકાર મારે માટે સસ્નેહ સ્મરણીય છે. ભૂલચૂક લેવી દેવી.
બેચરદાસ દેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org