________________
તૃષ્ણવર્ગ
૧૧૭ હિતકર સમજે છે, તે મનુષ્યની તૃષ્ણ ખૂબ વધે છે; અને એ માણસ બંધનોને મજબૂત બનાવે છે. ૧૬
જે મનુષ્ય સંક૯૫વિકાને શમાવી દેવા વિશેષ તત્પર છે, સદાય સ્મૃતિ-રાખીને રૂ૫રસ વગેરે વિષયોને અશુભ સમજે છે, એ જ મનુષ્ય તમામ દુઃખોનો અંત આણશે અને મા૨નાં બંધનેને છેદી નાખશે. ૧૭
જે મનુષ્ય પામવાનું પામી ચૂકયો છે, ત્રાસ, તૃષ્ણા અને પાપ વગરને છે, તેણે સંસારનાં બધાં શલ્યોને છેદી નાખ્યાં છે; અને એવા મનુષ્યને આ છેલો દેહ છે. ૧૮
જે મનુષ્ય તૃષ્ણા વગરને છે, બંધન વગરને છે, શબ્દોની વ્યાખ્યા કરવામાં કુશળ છે, અને આગળ-પાછળના સંબંધને જાણીને મોટાં મોટાં વાકયોને સમજનાર છે તે જ છેલ્લા દેહને ધારણ કરનાર મહાપ્રાજ્ઞ-મહાપુરુષ–કહેવાય છે. ૧૯
* “મહાપ્રાણું” પુરુષમાં તૃષ્ણરહિતતા વગેરે ગુણે બતાવેલા છે; પરંતુ “શબ્દોની વ્યાખ્યા કરવામાં તે કુશળ હોવો જોઈએ” અને “આગળ-પાછળના સંબંધને જાણીને મોટાં મોટાં વાક્યોને સમજનારો હોવો જોઈએ' એવું શા માટે ? આ વિશે ગંભીરપણે વિચાર કરતાં એમ જણાય છે, કે જે કોઈ “મહાપ્રાજ્ઞ” થવાનો દાવો કરે છે, તે અર્થ વગરની કાલાતિક્રાંત રૂઢ હકીકતોને દાસ કદી બનતો નથી; ઊલટું તેમાં ક્રાંતિ કરી તેને નવો જ અર્થ પ્રજાને સમજાવે છે. શ્રી પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર, જૈન તીર્થકર શ્રીજ્ઞાતપુત્ર મહાવીરે અને બુદ્ધ ભગવાને પોતપોતાના જમાનામાં અર્થ વગરની કાલાતિક્રાંત રૂઢિઓમાં ક્રાંતિ આણી હતી; અને તે રૂઢિવાચક શબ્દોના નવીન પણ ખરા અર્થો સમજાવી તે શબ્દોને પ્રાણવંત કર્યા હતા–જેમ કે યજ્ઞ, સ્નાન, બ્રાહ્મણ, શ્રમણ, પ્રવ્રજિત, તાપસ, મુનિ, ભિક્ષુ, સ્નાતક, આર્ય વગેરે શબ્દ. આ અપેક્ષાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org