________________
તૃણાવર્ગ
૧૧૩
મનુષ્યને તેના પોતાના રાગમય સંકટના પ્રવાહે જ ઘસડી જાય છે–તાણું જાય છે. ૬
સાધારણ મનુષ્યના એવા પ્રવાહ ચારે બાજુ વહ્યા જ કરે છે. તેમાંથી એક વેલ–તૃષ્ણની વેલ ફૂટી નીકળે છે. એ ફૂટી નીકળેલી તૃષ્ણની વેલને જોઈને તેને પ્રજ્ઞા વડે મૂળથી જ છેદી નાખે-ઉખેડી નાખે. ૭ ( પુરાણ સ્નેહસંબંધોને સંભારતાં મનુષ્યને ભારે આનંદ થાય છે. એ રીતે, તૃષ્ણમય સુખમાં બંધાઈ રહેલા અને એવા સુખને ઈચ્છનારા તેઓ વારંવાર જન્મને અને ઘડપણને પામ્યા કરે છે. ૮
જેમ દુ:ખી થયેલ સસલું આમ તેમ ચારે બાજુ દોડ્યા કરે છે, તેમ તમામ પ્રજા તૃષ્ણની પાછળ આમ તેમ ચારે બાજુ ભટક્યા કરે છે. બંધનેના સંગને લીધે આસક્ત થયેલી તે પ્રજા લાંબા સમય સુધી વારંવાર દુ:ખ પામે છે. ૯
દુખી થયેલ સસલું જેમ આમ તેમ ચારે બાજુ દોડ્યા કરે છે, તેમ તમામ પ્રજા તૃષ્ણની પાછળ આમ તેમ ચારે બાજુ ભટક્યા કરે છે, તેથી પોતે જાતે વીતરાગ થવાની ઇચ્છાવાળો ભિક્ષુ તૃષ્ણને હડસેલી મૂકે. ૧૦
એ જ પ્રમાણે :
૬ રૂપ, શબ્દ, ગંધ, રસ, સ્પર્શ અને ધર્મ એટલે બીજા તમામ દુન્યવી પદાર્થો એ છ સંબંધી કામતૃષ્ણ–એ રીતે બીજી રીતે કામતૃણુના છ પ્રવાહ.
૬-૬ રૂ૫, શબ્દ, ગંધ, રસ, સ્પર્શ અને ધર્મ સંબંધે બીજી ૬ ભવતૃષ્ણ અને બીજી ૬ વિભવતૃષ્ણા, એમ આ બીજી રીતે એ બને તૃણાના છ છ પ્રવાહો.
ઉપરના અને આ બધા મળીને કુલ છત્રીશ પ્રવાહો થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org