________________
૨૪: તૃસ્વર્ગ જે મનુષ્ય પ્રમાદી થઈને પ્રવૃત્તિ કરે છે, તેની તૃષ્ણ માલવાની વેલની પેઠે વધ્યે જાય છે. વનમાં ફળો મેળવવા સારુ જેમ વાંદરે એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે, તેમ એ તૃષ્ણ એક જન્મથી બીજા જન્મ ઉપર એમ જન્મજન્મ સુધી ફૂદાકૂદ કર્યા કરે છે. ૧
વિશેષ આસક્તિરૂપ એ તૃષ્ણા આ જગતમાં ભારે લુચ્ચી છે. એવી એ તૃષ્ણ જેને હંફાવે છે, તેના શકો જેમ વરસાદથી છંટાયેલો સુગંધી વાળો ઝટપટ વધી ફેલાઈ જાય છે તેમ ભારે વધી જાય છે. ૨.
પરંતુ જે સાધક કળી ન શકાય એવી અથવા જેને પાર ન પામી શકાય એવી તે લુચ્ચી તૃષ્ણાને જગતમાં હંફાવી શકે છે, તેના તમામ શકો જેમ કમળપત્ર ઉપરથી પાણીનાં તમામ ટીપાં ખરી પડે છે તેમ ખરી પડે છે. ૩
જેટલા અહીં આવેલા છે અર્થાત્ બુદ્ધના શાસનમાં આવેલા છે, તેટલા તમામ સાધકનું ભલું થાય એમ હું કહું છું. સુગંધી વાળાને મેળવવા માટે જેમ તેને મૂળથી જ ઉખેડવો પડે છે, તેમ તમે તૃણાને મૂળથી જ ઉખેડી નાખે. જેમ બની સળીને પાણીનું પૂર ભાંગી નાખે છે, તેમ માર એટલે મૃત્યુ અથવા વાસનાઓ તમને વારંવાર ન ભાંગે. ૪
જેમ ઝાડનું મૂળ સાજુ અને મજબૂત રહી ગયું હોય તે કાપી નાખેલું ઝાડ પણ ફરીને ઊગી નીકળે છે, તેમ તૃષ્ણાનું મૂળ સાજું અને મજબૂત રહી ગયું છે એ પાછી ફરી ફરીને ફૂટી નીકળે છે અને પરિણામે વારંવાર દુઃખને પેદા કરે છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org