________________
નરકવર્ગ
૧૦૫ જે કાંઈ કરવું હોય તે પૂ જ કરવું અને એને દૃઢ મનોબળપૂર્વક જ કરવું. સંયમ તરફ ઉમંગ વગરનો ઢીલે ભિક્ષુવા સંન્યાસી ઊલટું વિશેષ ધૂળ (અર્થાત્ પા૫) ઉડાડે છે. ૮
ખરાબ કામ તે ન કર્યું જ સારું; ખરાબ કામ કર્યા પછી પસ્તાવું પડે છે. સારું કામ તો કર્યું જ સારું સારું કામ કર્યા પછી પસ્તાવું પડતું નથી. ૯ - સીમાડા ઉપર આવેલા નગરને રાજા જેમ અંદર અને બહાર બરાબર, સુરક્ષિત રાખે છે, તેમ સાધક પુરુષે આત્માને અંદર અને બહાર બરાબર સુરક્ષિત રાખવો જોઈએ. એ માટે એક પળ પણ ઢીલ ન કરવી જોઈએ. પળ વીતી જતાં ભારે શોચ (અફસેસ) થાય છે અને નરકમાં ચમરાજાને હાથ સપડાવું પડે છે. ૧૦
જેઓ નહિ લાજવાનાં કાર્યો કરતાં લાજે છે અને લાજવાનાં કાર્યો કરતાં લાજતા નથી, એવા મિથ્યાદૃષ્ટિવાળા પ્રાણુઓ દુર્ગતિએ જાય છે. ૧૧ ( ભય રહિત પ્રવૃત્તિમાં જે એ ભય જુએ છે અને ભયવાળી પ્રવૃત્તિમાં જેઓ ભય જોતા નથી, એવા મિથ્યાદષ્ટિવાળા પ્રાણુઓ દુર્ગતિએ જાય છે. ૧૨
જેઓ દોષને અદોષ સમજે છે અને અદોષને દોષ સમજે છે, એવા મિથ્યાદૃષ્ટિવાળા–બેટી દૃષ્ટિવાળા પ્રાણીઓ દુર્ગતિ એ જાય છે. ૧૩ - જેઓ અદોષને અદોષ જાણે છે અને દોષને દેાષ જાણે છે, એવા સમ્યગ્દષ્ટિવાળા–સાચી દૃષ્ટિવાળા પ્રાણુઓ સારી ગતિને પામે છે. ૧૪
બાવીશમે નરકવર્ગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org