________________
૧૦૧
પ્રકીર્ણકવર્ગ
જેમને રાત-દિવસ નિરંતર ધર્મનું સ્મરણ રહ્યા કરે છે, એવા ગૌતમના શ્રાવકે સદા ઉત્તમ પ્રકારે બોધને પામે છે.૮
જેમને રાત-દિવસ નિરંતર સંઘનું સ્મરણ રહ્યા કરે છે, એવા ગૌતમના શ્રાવકો સદા ઉત્તમ પ્રકારે બોધને પામે છે. ૯
જેમને રાત-દિવસ નિરંતર “આ કાયા દેશોથી ભરેલી છે” એવું સ્મરણ રહ્યા કરે છે, એવા ગૌતમના શ્રાવકો સદા ઉત્તમ પ્રકારે બેધને પામે છે. ૧૦
જેમનું મન રાત-દિવસ હમેશાં અહિંસામય પ્રવૃત્તિમાં ૨મણ કર્યા કરે છે, એવા ગૌતમના શ્રાવકે સદા ઉત્તમ પ્રકારે બેધને પામે છે. ૧૧ - જેમનું મન રાત અને દહાડે નિરંતર ભાવનાઓમાં એટલે શુદ્ધવિશુદ્ધ સંકોમાં રહેલું હોય છે, એવા ગૌતમના શ્રાવકે સદા ઉત્તમ પ્રકારે બેધને પામે છે. ૧૨.
, લીધેલી દીક્ષાને દુષ્ટ રીતે પાળવી એ ઘણું ખરાબ છે. જે ઘરમાં રહેવાના સ્થાને ખરાબ હોય, તે ઘરે દુ:ખરૂપ છે. સાધકને માટે સરખેસરખે સહવાસ ન હોય, તે દુ:ખરૂપ છે. પ્રપંચે ભણી પ્રવાસ કરતા માનવની પાછળ દુ:ખે પડે છે, માટે એવા પ્રપંચે ભણું પ્રવાસ કરનારા ન થવું; અને પોતાની પાછળ પાછળ દુ:ખે ચાલ્યાં આવે એવા પણ ન થવું. ૧૩
જે મનુષ્ય શ્રદ્ધા, સદાચાર, યશ અને જોઈ એ એવા વૈભવથી ભરેલું હોય, તે જે જે સ્થળે જાય છે તે તે બધે સ્થળે આદરપાત્ર બને છે. ૧૪
જેમ હિમાલય પર્વત દૂર છે છતાં ચમક્યા કરે છે, તેમ સંત પુરુષ દૂર હોય છતાં ચમક્યા કરે છે; રાતે ફેકેલા બાણની પેઠે અસત્ પુરુષો ચમકતા નથી. ૧૫
જે પુરુષ એકાંતમાં એકલો બેસે છે, એક આરામ કરે છે, એકલો ફરે છે, જરા પણ પ્રમાદ કરતા નથી અને કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org