________________
૮૭
ધર્મસ્થવર્ગ પછી એ વચન પ્રમાણે પિતાના મનને અથવા શરીરને વર્તતું જુએ છે અને ધર્માચરણની બાબતમાં પ્રમાદ કરતો નથી, તેને જ ધમધર કહી શકાય. ૪
માણસને માથે પળિયાં આવ્યાં છે એટલા માત્રથી તેને સ્થવિર–ઠરેલ ન કહી શકાય. પળિયાં આવવા છતાંય ધમચરણ વિનાના માણસને વિશે તો એમ કહી શકાય, કે કેવળ તેની ઉંમર પાકી ગઈ છે અને તેના ધેાળામાં ધૂળ પડી છે અર્થાત એ નકામો નકામે જ જીણું–વૃદ્ધ થયેલ છે. ૫
જેનામાં સત્ય, અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ છે અને જેણે તમામ મળાનેદને વમી નાખ્યા છે એટલે ફેંકી દીધા છે, તે ધીર માણસને જ ખરા અર્થમાં સ્થવિર, ઠરેલ કે પાકટ કહી શકાય. ૬
જે માણસ અદેખાઈ કરે છે, મત્સર રાખે છે અને લુચ્ચાઈ કરે છે, તે બોલવાની ચતુરાઈ બતાવે, મીઠાં મીઠાં વેણુ બાલે અથવા તે શરીરે વિશેષ રૂપલાવવાને હાથ એટલા માત્રથી કાંઈ સારે માણસ ન થઈ શકે. ૭
જે માણસના એ બધા દુર્ગુણે-અદેખાઈ, મત્સર અને લુચ્ચાઈ-સર્વથા છેદાઈ ગયેલા છે–મૂળથી જ ઊખડી ગયેલા છે–અને જેણે તમામ દેશોને વમી નાખ્યા છે, તેવો બુદ્ધિવાળો માણસ જ સાધુરૂપ-સારે માણસ કહેવાય. ૮
જે માણસ વતનિયમ વગરને હેાય અને અસત્ય બાલતો હોય, તે ફક્ત માથે મુંડે કરાવવાથી શ્રમણ ન થઈ શકે. લેભ અને લાલચ વાળા માણસ શી રીતે શ્રમણ થઈ શકે ?
જેણે પોતાનાં નાનાં મોટાં તમામ પાપાને બધી રીતે શમાવી દીધાં છે, તે જ માણસ શ્રમણ થઈ શકે છે. “સમણ એટલે જ શમન; પાપને શમાવી દેવાથી જ સમણ-શ્રમણ કહેવાય છે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org