________________
અલવર્ગ
૭૯ પ્રશંસા કરે છે, એવા દેષ વગરના, મતિમંત અને પ્રજ્ઞા તથા શીલથી યુક્ત એવા અને ઉત્તમ પ્રકારના સેનામાંથી કે બનાવેલી સોનામહેર જેવા એ પુરુષની નિંદા કાણ કરી શકે ? એવા ઉત્તમ પુરુષની તે દેવો અને ખુદ બ્રહ્મા પણ પ્રશંસા કરે છે. ૯,૧૦
દુષ્ટ પ્રવૃત્તિઓ તરફ જતી કાયાને સાચવવી, કાયાને સંયમમાં રાખવી. કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓ તજી દઈને કાયાથી સારાં આચરણે આચરવાં. ૧૧
દુષ્ટ પ્રવૃત્તિઓ તરફ જતી વાણીને સાચવવી, વાણીને સંયમમાં રાખવી. વાણીની દુષ્ટ પ્રવૃત્તિઓ તજી દઈને વાણુથી સારાં વચને બાલવાં. ૧૨
દુષ્ટ પ્રવૃત્તિઓ તરફ જતા મનને સાચવવું, મનને સંયમમાં રાખવું. મનની દુષ્ટ પ્રવૃત્તિઓ તજી દઈને મનથી સારા સંકલ્પ કરવા. ૧૩ ,
જે ધીર પુરુષોએ શરીરને સંયમમાં રાખેલ છે, વાણીને સંયમમાં રાખેલ છે અને મનને સંયમમાં રાખેલ છે, તે જ ધીર પુરુષો બધી બાજુથી સારી રીતે સંયમમાં રહેલા છે. ૧૪
સત્તરમે ક્રોધવર્ગ સમાપ્ત.
૧૮: મલવર્ગ હમણાં તું ખાખરાનાં પીળાં પાંદડાં જેવો ફિક્કો થઈ ગયેલો છે; યમદૂતે પણ તને લઈ જવાને તારી પાસે આવીને ઊભા છે. તું જવાની તૈયારીમાં છે છતાં તારી પાસે ભાતુંવાટ મચી પણ નથી. ૧
+ ઉત્તમ સેના માટે મૂળમાં જોન શબ્દ છે. જંબુ નામની નદીમાં જે સેનું નીપજે છે, તે ઉત્તમ સોનું હોય છે. અહીં અનુવાદમાં “જાંબુનદ’ને બદલે “ઉત્તમ સેનું' જ કહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org