SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ : જરાવળ સતત ભડકે બળ્યા કરતા સંસાર માં હાસ્ય શું ? આનંદ છે ? અજ્ઞાનરૂપી અંધકારગ્રસ્ત એવા તમે દીપ કેમ ખેાળતા નથી ? ૧ જુઓ શરીરનું ખોખું વિચિત્ર રચનાયુત છે, જેમાં જખમોને પાર નથી–જે હાડકાંથી ઉપસાવેલ છે, અનેક રોગોથી પીડા પામે છે, અનેક સંકલ્પવિક૯૫ કર્યા જ કરે છે અને જેની સ્થિતિ અચળ નથી. ૨ રૂપ જીર્ણ થનારું છે, શરીર રેગાનો માળે છે, નાશવંત છે, દુધના ભંડારરૂપે આ કાયા ભેદાઈ જનાર છે અને જીવનને છેડે મરણ આવીને ઊભું રહેનારું છે. ૩ શરદ ઋતુમાં ફેંકી દીધેલાં તું બડાં જેવાં ભૂરા રંગનાં જે આ હાડકાં છે, તેને જોઈને શી મજા માણવી ? ૪ કાયા અસ્થિનું નગર છે. એની આસપાસ માંસ અને રૂધિરનું લીપણ છે. એ નગરમાં જરા, મૃત્યુ અભિમાન અને તિરસ્કાર ભય પડયાં છે. ૫ રાજાના સારા સારા મજબૂત રથ જીર્ણ થઈ જાય છે, તેમ આ કાયા પણ જીર્ણ થઈ જાય છે. સંતજને સંતજનોને જણાવે છે, કે એક સંતધર્મ કદીપણુ જીર્ણ થતો નથી. ૬ અલ્પજ્ઞાની આ માનવ બળદની પેઠે વૃદ્ધિ પામે છે. તેનું માંસ વધે છે પણ તેની પ્રજ્ઞા (બુદ્ધિ) વધતી નથી. ૭ આ કાયારૂપ ઘર બનાવનારને શોધતો હું અનેક જન્મવાળા સંસારમાં ફેાકટ રીતે દોડયા કરતા હતા અને દુ:ખ દેનારે અવતાર વારે વારે આવ્યા કરતો હતો. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy