SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દ્વાäિશદ્વાäિશિકા' ગ્રંથની “દીક્ષાદ્વાચિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક - 1 - 1 - - - - - કcરંસદનના સૂત્રધાર ઉપાધ્યાયજી મહારાજા : વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનરૂપ ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા મહાપુરુષો પૈકી સ્વ-પરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત ચોટ-સ્પષ્ટ-સંદેહરહિત સાહિત્યના સમર્થસર્જક, સર્વનય-ગમ-ભંગ-પ્રમાણપૂર્વકની વાણી વહાવનાર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાના નામ અને કામથી સહુ કોઈ સુપેરે પરિચિત છે. વર્ષોની અખંડ સાધના અને જીવનના વિવિધ અનુભવોના પરિપાકરૂપે એક-એકથી ચડિયાતા ગ્રંથરત્નોનું સર્જન તેઓશ્રીએ કર્યું છે. એ ગ્રંથરત્નોનો પ્રકાશ અનેક જિજ્ઞાસુઓના અંતરને અજવાળતો રહ્યો છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા સાહિત્ય જગતમાં ‘લઘુહરિભદ્ર'ની પ્રસિદ્ધિને પામેલા છે. જીવનના અંત સુધી એમના સાહિત્યસર્જનનું કાર્ય ચાલતું જ રહ્યું છે. લગભગ અઢી દાયકા સુધી ઉપાધ્યાયપદે આરૂઢ રહીને તેઓશ્રીએ જિનશાસનને જયવંતુ રાખ્યું છે. પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની બહુમુખી પ્રતિભાએ ભાગ્યે જ કોઈ વિષય અણખેડ્યો રાખ્યો હશે. તેઓશ્રીએ જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે, એ બધા ગ્રંથો આજે ઉપલબ્ધ નથી, એમાંથી ઘણા જ થોડા ગ્રંથો ઉપલબ્ધ થાય છે. આગમ, ન્યાય, પ્રકરણ, યોગ, અધ્યાત્મ, વાદ, કથા, કાવ્ય વગેરે અનેક સાહિત્યની શાખાઓમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે. ગુર્જર ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં સ્તવન-સક્ઝાય, રાસ-ટબા વગેરેની રચના તેઓશ્રીએ કરેલ છે. ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહોપાધ્યાયશ્રીએ રચેલા અનેક ગ્રંથોમાંનો આ દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથ પૂજ્ય ઉપાધ્યાયજીની એક અમરકૃતિરૂપ બેનમૂન ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy