________________
છS
ભિક્ષાવિંશિકા/શ્લોક-૩૨
શ્લોક-૨૭ થી ૩૨ છનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ તેની સંસ્કૃત ટીકા કરેલ નથી. ૩૨ા. શ્લોક-૩૨નો ભાવાર્થ -
ભાવસાધુની વિશુદ્ધિમાં તરતમતાથી જસ્થાન હાનિ-વૃદ્ધિ છે. તેથી એક ભાવસાધુમાં જે ગુણો છે, તેના કરતા અનંતગુણ અધિક વિશુદ્ધિવાળું ચારિત્ર અન્ય ભાવસાધુમાં સંભવે. તેથી ભાવભિક્ષુના અનંત ગુણો છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે, અને તે અનંત ગુણોમાંથી કેટલાક ગુણો ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશીમાં બતાવેલ છે.
જે સાધક આત્માને આ ભિક્ષુના ગુણોનો સમ્યગુ બોધ થાય અને તે ગુણોથી પોતાના આત્માને ભાવિત કરે તો તે ભિક્ષુના ગુણો પોતાના આત્મામાં પ્રગટ થાય છે, અને પ્રસ્તુત ભિક્ષુબત્રીશીમાં કહેલા ભિક્ષુના ગુણોથી ભાવિત થયેલા યોગી તે તે ગુણોને પામીને તે તે ગુણોમાં અધિક અધિક યત્ન કરીને પ્રકર્ષવાળા થાય, તો ભિક્ષુના અનંત ગુણો પોતાનામાં પ્રગટ થાય છે. આ રીતે સમ્યગુ ભાવન કરવાથી પ્રગટ થયેલા ભિક્ષુના ગુણો પરમાનંદની પ્રાપ્તિનું કારણ બને છે=મોક્ષની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી મોક્ષના અર્થી જીવે આ ભાવભિક્ષુના ગુણોથી આત્માને ભાવિત કરવો જોઈએ કે જેથી શીધ્ર સંસારનો ઉચ્છેદ થાય.II3રા
રૂતિ મિશુટિશિવા સારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org