________________
પ૯
ભિક્ષુદ્રાસિંચિકા/શ્લોક-૨૩-૨૪ તે ભાવની વૃદ્ધિ અર્થે સ્વશક્તિ અનુસાર અનશનાદિ બાહ્ય તપની આચરણા કરે છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે આ મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૧૦) ક્ષાન્તિઃ આક્રોશાદિના શ્રવણમાં પણ ક્રોધનો ત્યાગ :
આત્માનો અક્રોધ સ્વભાવ છે. કોઈ પદાર્થ કે વ્યક્તિ પ્રત્યે અરુચિ, ક્રોધ, ઈર્ષ્યા, અણગમો વગેરે કરવાનો સ્વભાવ નથી, પરંતુ ક્ષમા રાખવી એ આત્માનો સ્વભાવ છે. આ પ્રકારે તત્ત્વનું ભાવન કરીને જેમનું ચિત્ત આત્મસ્વભાવમાં વર્તે છે, અને તે આત્મસ્વભાવને પ્રકૃષ્ટ કરવા અર્થે શ્રુતાધ્યયનથી આત્માને ભાવિત કરવા માટે યત્ન કરે છે, એવા મુનિઓને પ્રતિકૂળ કોઈ ભાવોમાં અરુચિ, ક્રોધ આદિ થતા નથી, કોઈ આક્રોશાદિ કરે તોપણ ક્રોધનો પરિણામ થતો નથી, તે ક્ષમાનો પરિણામ છે. આ ક્ષમાના પરિણામવાળા મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૧૧) માર્દવઃ જાત્યાદિભાવમાં પણ માનનો ત્યાગ:
મુનિભગવંતો આત્માના માર્દવ સ્વભાવથી ભાવિત હોય છે. તેથી લોકોના માન કે અપમાનના વર્તનથી પોતાના ચિત્તને દૂષિત કરતા નથી, પરંતુ સદા પોતાના માદવ સ્વભાવને અતિશય કરવા અર્થે શાસ્ત્રવચનોથી આત્માને ભાવિત કરે છે. તેના કારણે પોતે ઉત્તમ જાતિમાં, ઉત્તમ કુળમાં જન્મ્યા હોય કે ઘણા શ્રતને ધારણ કરનારા હોય તો પણ લોકો પાસેથી માનની અપેક્ષા રાખતા નથી, અને તથાસ્વભાવે લોકો માન આપે તોપણ તે માનની અસરથી તેમનો આત્મા રંજિત થતો નથી, પરંતુ પોતાના માર્દવ સ્વભાવની ભાવનાથી ભાવિત થયેલું ચિત્ત સદા માર્દવ સ્વભાવવાળું વર્તે છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે આ મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૧૨) ઋજુતાઃ નિવૃતિ=માયામાં તત્પર એવા પણ પરમાં માયાનો પરિત્યાગ –
આત્માનો ઋજુસ્વભાવ છે. મુનિભગવંતો ઋજુસ્વભાવની ભાવનાથી આત્માને ભાવિત કરે છે, તેથી કોઈ સહવર્તી અન્ય મુનિ માયાપર થઈને તેમની સાથે પ્રવૃત્તિ કરતા હોય, તો તે નિમિત્તને પામીને પણ પોતાને માયા કરવાનો પરિણામ થતો નથી, પરંતુ સહજ ઋજુભાવે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. આના ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org