________________
ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૯
૧૯
जानाति पुद्गलान्यस्य सतो (स्यात्मनो ) न मे किञ्चिदुपप्लुतं, पुद्गला एव
પરમુપસ્તુતા કૃતિ છ્।।
ટીકાર્થ ઃ
.....
यश्च • કૃતિ । નિર્મમભાવને કારણે=સદા સકલ પરિગ્રહના ગ્રહણથી શૂન્ય એવા ચૈતન્યના આનંદના એકસ્વરૂપ શુદ્ધ આત્માના સ્વભાવના અનુભવથી જનિત નિર્મમભાવને કારણે, દોષોથી=જ્વર-શૂલાદિથી કાયા ઉપપ્યુત થયે છતે=ઉપદ્રવવાળી કાયા થયે છતે, પુદ્ગલથી અન્ય છતા=એવા મને કાંઈ ઉપદ્રવ નથી, પરંતુ પુદ્ગલો જ ઉપદ્રવને પામ્યા છે, એમ જે સાધુ જાણે છે, તે ભાવભિક્ષુ છે.
કૃતિ શબ્દ શ્લોકના કથનની સમાપ્તિસૂચક છે. ।।૯।।
ભાવાર્થ:
(૨૨) નિર્મમભાવને કારણે કાયાના ઉપદ્રવમાં પુદ્ગલથી અન્ય એવા મને કાંઈ ઉપદ્રવ નથી, એ પ્રમાણે જાણનારા ભાવભિક્ષુ :
-
ભગવાનના વચનથી જે મહાત્માઓને તત્ત્વને સ્પર્શે એવો બોધ થયો છે કે ‘આત્મા સકલ પરિગ્રહના ગ્રહણથી શૂન્ય પરિણામવાળો છે’ અર્થાત્ બાહ્ય પદાર્થો સાથે લેશ પણ સંશ્લેષના પરિણામવાળો નથી, પરંતુ જ્ઞાનના આનંદરૂપ આત્માનો સ્વભાવ છે, અને તે આત્મસ્વભાવમાં વારંવાર યત્ન કરીને જે મુનિઓએ તે સ્વભાવને પ્રકૃતિરૂપે કરેલો છે, તેવા સ્વભાવના અનુભવને કારણે જેમને બાહ્ય પદાર્થો પ્રત્યે લેશ પણ મમત્વનો પરિણામ નથી, તેમની કાયા ક્યારેક જ્વ૨શૂલાદિ રોગોથી ઉપદ્રવ પામતી હોય ત્યારે પણ તે મુનિઓ વિચારે છે કે
"C
કાયારૂપ પુદ્ગલોથી અન્ય એવા મને કાંઈ ઉપદ્રવ વર્તતો નથી, પરંતુ કાયાના પુદ્ગલોમાં જ ઉપદ્રવ વર્તે છે.” આમ, ઉપદ્રવવાળી કાયાથી પોતાના આત્માનો અત્યંત ભેદ ઉપસ્થિત થવાને કારણે તેમનું ચિત્ત લેશ પણ અસ્વૈર્યભાવને પામતું નથી. આવા સ્થિરભાવવાળા મુનિઓ કર્મને ભેદનાર હોવાથી ભાવભિક્ષુ છે. II
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org