________________
ભિક્ષુદ્ધાત્રિશિકા/સંકલના
૨૭મી ‘ભિક્ષુદ્રાવિંશિકા’માં આવતા પદાર્થોની
સંક્ષિપ્ત સંકલના
‘ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ :
' “જે કર્મને ભેદે તે ભિક્ષુ કહેવાય.” કર્મને ભેદવાનું બીજ મોહના ઉન્મેલનને અનુકૂળ જીવનો મન, વચન અને કાયાનો વ્યાપાર છે. તેથી જે સાધક આત્મા સંયમ ગ્રહણ કર્યા પછી ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને શાસ્ત્રવચનથી આત્માને ભાવિત કરવા માટે શ્રુતઅધ્યયન આદિ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તે સાધક આત્મા કર્મને ભેદે છે. તે સાધક આત્મા કર્મને ભેદવા માટે શું શું ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તેનું વર્ણન શ્લોક-૧થી૧૬માં ગ્રંથકારશ્રીએ કરેલ છે, અને તેવા સાધક આત્મા ભાવભિક્ષુ છે; કેમ કે, તેઓ આગમના ઉપયોગથી કર્મને ભેટે છે, એમ શ્લોક-૧૭માં બતાવ્યું છે. તેથી એ ફલિત થાય છે કે જે સાધક આત્મા આગમના ઉપયોગથી મન, વચન અને કાયાના યોગોને પ્રવર્તાવે છે, તે ભાવભિક્ષુ છે.
ત્યારપછી “ભિક્ષુ' શબ્દનો વિશેષ અર્થબોધ કરાવવા અર્થે “ભિક્ષુ' શબ્દના પર્યાયવાચી શબ્દો શ્લોક-૧૮-૧લ્માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
વળી ભિક્ષુ” ગુણસંપન્ન મહાત્મા છે. તેથી ગુણસંપન્ન મહાત્માઓનાં અન્ય નામો જે આગમમાં પ્રસિદ્ધ છે, તે શ્લોક-૨૦-૨૧-૨૨માં બતાવીને ભિક્ષુનું વિશેષ સ્વરૂપ ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે.
વળી આવા પ્રકારના “ભિક્ષુ' કેવા લિંગવાળા હોય છે, તે ભિક્ષુનાં લિંગો શ્લોક-૨૩-૨૪માં બતાવીને ગ્રંથકારશ્રીએ ભિક્ષુનો વિશેષ બોધ કરાવેલ છે.
ત્યારપછી સુવર્ણના દૃષ્ટાંતથી તેવા ગુણોથી યુક્ત ભિક્ષુ છે, અને તેવા ગુણોથી રહિત યુક્તિસુવર્ણ જેવા નામમાત્રથી ભિક્ષુ છે, તે શ્લોક-૨પમાં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. ભિક્ષુગુણોથી રહિત ભિક્ષુ નથી, તે શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org