________________
૧૧૨
યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૨૭ ભાવાર્થ :યોગનું વિશિષ્ટ માહાભ્ય -
યોગનું માહાસ્ય સાંભળ્યા પછી આવા અદ્ભુત માહાસ્યવાળો યોગ છે તેવી બુદ્ધિ થવાથી, જેમના ચિત્તમાં યોગ પ્રત્યે બદ્ધરાગ થયો છે તેવા પુરુષ, અહર્નિશ “યોગ' શબ્દનું ચિંતવનમાત્ર કરે તો પણ તેમના ચિત્તમાં સર્વ સંગના ભાવોથી પર થવાના પરિણામરૂપ યોગ પ્રત્યે અસ્મલિત એવો રાગ પ્રવર્તે છે. તેથી સંગના પરિણામથી જે રાગના ભાવો આત્મામાં પ્રવેશ પામે છે, તે રાગના ભાવોને પ્રવેશ કરતા અટકાવવા માટે “યોગ' એ પ્રકારના બે અક્ષરોનું ચિંતવન વજ જેવી અર્ગલા બને છે અર્થાતુ બીજી અર્ગલા હોય તો કોઈ શત્રુ અતિબળપૂર્વક તે અર્ગલાને તોડીને ગૃહમાં પ્રવેશ કરી શકે, પરંતુ વજન અર્ગલા હોય તો કોઈ યત્નથી પણ તેને તોડી શકાય નહિ; તેમ વજની અર્ગલા જેવો યોગ પ્રત્યેનો રાગ જેમના ચિત્તમાં વર્તે છે, તેવા યોગીના ચિત્તમાં બાહ્ય કોઈ નિમિત્તો પ્રવેશ પામીને પાપોને પ્રવેશ કરાવી શકતાં નથી. તેથી પાપોથી રક્ષણ પામવાનો એક ઉપાય યોગ' એ પ્રકારના બે અક્ષરનું સુપ્રણિધાનપૂર્વકનું ધ્યાન છે. Il૨ના અવતરણિકા -
અત્યાર સુધી અનેક પ્રકારે યોગનું માહાભ્ય બતાવ્યું. હવે જેઓ બાહ્ય સિદ્ધિઓ મેળવીને લોકમાં પ્રતિષ્ઠા આદિથી જીવવા માટે કે પોતાના જીવનનિર્વાહની સામગ્રીની પ્રાપ્તિ કરવા માટે હઠયોગમાં યત્ન કરે છે, તે હઠયોગની પ્રવૃત્તિ બાહ્યથી યોગસદશ દેખાય છે, પરમાર્થથી યોગ નથી, પરંતુ યોગની વિડંબણા છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
શ્લોક :
आजीविकादिनाऽर्थेन योगस्य च विडम्बना । पवनाभिमुखस्थस्य ज्वलनज्वालनोपमा ।।२८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org