________________
યોગમાહાભ્યદ્વાઢિશિકા/શ્લોક-૧૫
૭૫ (૩) તે જય કર્યા પછી તે પાંચે ભૂતોનાં કારણોનું જ્ઞાન કરીને તેમાં ધારણા ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો સૂક્ષ્મ અવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
(૪) તે જય કર્યા પછી સર્વ ભૂતોમાં અન્વયરૂપે વર્તતા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપ જે ગુણો છે, તેને ઉપસ્થિત કરીને તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અન્વયઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
(૫) તે જય કર્યા પછી પાંચે ભૂતો પુરુષને કઈ રીતે ભોગ સંપાદન કરે છે અને પુરુષને કઈ રીતે અપવર્ગ સંપાદન કરે છે, તેનો નિર્ણય કરીને તે પાંચે ભૂતોમાં વર્તતા ગુણોમાં જે ભોગસંપાદનશક્તિ છે અને જે અપવર્ગસંપાદનશક્તિ છે, તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અર્થવત્ત્વઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
આ રીતે ક્રમથી પાંચે ભૂતોની અવસ્થાવિશેષમાં સંયમ કરે ત્યારે યોગીને પાંચે ભૂતોના જયની પ્રાપ્તિ થાય છે. તેથી જેમ ગાય પોતાના વાછરડાને અનુસરે તેમ ભૂતપ્રકૃતિઓ યોગીના સંકલ્પને અનુસરનારી બને છે. (૧) ભૂતજયનું ફળ – અણિમાદિની પ્રાપ્તિ -
(૧) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે અણુસ્વરૂપ કરી શકે છે. તેથી પરમાણુ જેવા પોતાના દેહને કરીને પોતે ફરી શકે છે, તે અણિમાશક્તિ છે.
(૨) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે વજની જેમ ગુરુ કરી શકે છે, તે ગરિમા શક્તિ છે.
(૩) ભૂતજયને કારણે યોગીના સંકલ્પને અનુસરનારી ભૂતપ્રકૃતિઓ થયેલી હોવાને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે રૂના પિંડની જેમ લઘુ કરી શકે છે. તેથી જલમાં પણ ચાલી શકે અને આકાશમાં પણ ચાલી શકે તે લધિમાં શક્તિ છે. (૪) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને મોટું કરી શકે છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org