SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ge ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧ આ અભિનિવેશ સદા સ્વરસથી વર્તે છે અર્થાત્ જેમ સંસારના અન્ય અભિનિવેશો નિમિત્તને પામીને થાય છે, તેમ આ મૃત્યુ ન થાઓ એવા અભિનિવેશ નિમિત્તને પામીને થનારો નથી, પરંતુ સદા વર્તે છે. જેમ – હિંસકાદિ પ્રાણીઓને જોઈને તેના નિમિત્તે સંસારી જીવોને ભય ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યારે તે નિમિત્ત હોતું નથી ત્યારે હિંસક પ્રાણીઓનો ભય હોતો નથી; જ્યારે મૃત્યુ ન થાવ એવો અભિનિવેશ તો સદા સર્વ જીવોને વર્તે છે તે બતાવવા માટે કહ્યું કે નિરંતર નિમિત્તને અનવીન પ્રવૃત્તિવાળો મૃત્યુ ન થાવ એવો અભિનિવેશ સર્વ જીવોને છે, ફક્ત વિવેકખ્યાતિથી જે યોગીઓએ ક્લેશનો નાશ કર્યો છે, એવા યોગીઓને આ અભિનિવેશ નથી, તે સિવાય સંસારવર્તી સર્વજીવોને આ અભિનિવેશ છે. વિશેષાર્થ : અભિનિવેશ એટલે આગ્રહ. જેમ-સંસારી જીવોને અતત્ત્વમાં અભિનિવેશ હોય છે, અને યોગીઓને તત્ત્વમાં અભિનિવેશ હોય છે તત્ત્વમાં આગ્રહ હોય છે, તેમ “મને મૃત્યુ ન થાઓ' એ પ્રકારે જીવનો જે દૃઢ આગ્રહ હોય છે, તેને અભિનિવેશ કહેલ છે. ૨૦મી અવતરણિકા - શ્લોક-૧૨માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિ ક્લેશોના નાશ કરનારી છે. ત્યારપછી તે ક્લેશોનું સ્વરૂપ શ્લોક-૨૦ સુધી બતાવ્યું. હવે તે ક્લેશોથી કઈ રીતે કર્મબંધ થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : एभ्यः कर्माशयो दृष्टादृष्टजन्मानुभूतिभाक् । तद्विपाकश्च जात्यायु गाख्यः सम्प्रवर्तते ।।२१।। અન્વયાર્થ : મ્ય =આનાથી=પૂર્વમાં વર્ણન કરાયેલા અવિદ્યાદિ ક્લેશોથી ખાષ્ટસન્માનુભૂતિમા–દષ્ટ-અદષ્ટ જન્મની અનુભૂતિ કરનાર એવો શવઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy