________________
પ૬
ક્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૧૫ ટીકા :__ भावनादिति-भावना अभ्यासात्, प्रतिपक्षस्य स्वविरोधपरिणामलक्षणस्य शिथिलीकृता कार्यसंपादनं प्रति शक्तिर्येषां ते तथा, तनवो-वासनावरोधतया चेतस्यवस्थिताः, न तु बालस्येवानवरुद्धवासनात्मना, अतिबलापेक्षाः स्वकार्यारम्भे प्रभूतसामग्रीसापेक्षाः, न तूद्बोधकमात्रापेक्षाः, योगाभ्यासवतो यथा रागादयः વનેશ: Jારના ટીકાર્ય :
ભાવનાત્... લગ્નેશ: || સ્વવિરોધ પરિણામરૂપ પ્રતિપક્ષના=ફ્લેશના વિરોધ પરિણામરૂપ પ્રતિપક્ષના, ભાવનથી=અભ્યાસથી, કાર્યસંપાદન પ્રત્યે શિથિલ કરાયેલ શક્તિ છે જેઓની તેવા ક્લેશો તનુ છેઃવાસનાના અવરોધપણાથી ચિત્તમાં રહેલા છે, પરંતુ બાળકના ક્લેશોની જેમ અનવરુદ્ધ વાસનારૂપે રહેલા નથી. જે પ્રમાણે યોગના અભ્યાસવાળા યોગીના રાગાદિ ક્લેશો અતિબળની અપેક્ષાવાળા છે સ્વકાર્યના આરંભમાં પ્રભૂત સામગ્રીની અપેક્ષાવાળા છે, પરંતુ ઉદ્બોધકમાત્રની અપેક્ષાવાળા નથી. I૧પા. ભાવાર્થ(૨) તનુ ફ્લેશોનું સ્વરૂપ -
રાગાદિ ક્લેશો આત્મા માટે અહિતકારી છે તેવો બોધ થવાથી જે યોગીઓ રાગાદિ ક્લેશના નાશના ઉપાયરૂપ પ્રતિપક્ષનું ભાવન કરે છે, તે પ્રતિપક્ષના ભાવનના અભ્યાસથી ચિત્તમાં વર્તતા ક્લેશો શિથિલ શક્તિવાળા થાય છે. તે ક્લેશના સંસ્કારો આત્મામાં વિદ્યમાન હોવા છતાં પ્રતિપક્ષના ભાવનના સંસ્કારોથી કાંઈક અવરુદ્ધ અવસ્થારૂપે રહેલા છે, તેથી તે ક્લેશના સંસ્કારોમાં કાર્યસંપાદનશક્તિ શિથિલ થયેલી છે. તેથી નિમિત્તમાત્રને પામીને તે સંસ્કારો ઊઠતા નથી, પરંતુ બલવાન સામગ્રી મળે તો તે સંસ્કારો ઊઠી શકે તેવા છે. તે ક્લેશોને તનુ કહેવામાં આવે છે.
આ તન ક્લેશો પ્રસુપ્ત ક્લેશો જેવા નથી; કેમ કે પ્રસુપ્ત ક્લેશોમાં અનવરુદ્ધ વાસનારૂપે ક્લેશો રહેલા છે, અને તનુ ક્લેશોમાં અવરુદ્ધ વાસનારૂપે ક્લેશો રહેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org