________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧
૪૩
આગામી કાળની ચિંતા થાય છે. આ પ્રકારે બૌદ્ધનું કથન યુક્તિરહિત છે; કેમ કે આત્મદર્શનમાત્રનું પ્રેમહેતુપણું છે તેમ બૌદ્ધદર્શનવાદી સ્વીકારે, તો દરેક આત્માને સ્વસંવેદનક્ષણમાં આત્મદર્શન છે, તેથી પ્રેમ વગરના આત્માની પ્રાપ્તિ સંભવે નહિ.
વસ્તુતઃ બૌદ્ધદર્શનવાદી પણ વિસભાગનો પરિક્ષય માને છે, અને તેનો અર્થ એ પ્રાપ્ત થાય કે ચિત્તમાં વિસદશ પરિણામનું સંતાન-સંતતિ જેની નાશ થઈ ગઈ છે, એવા યોગીઓનું ચિત્ત વિસભાગ પરિક્ષયવાળું છે. અને તેમના ચિત્તમાં બાહ્ય પદાર્થોના ભાવો પ્રમાણે રાગાદિ ભાવો થતા નથી, તેથી સદા એક સરખા પરિણામવાળું તેમનું ચિત્ત વર્તે છે, અને તે વિસભાગપરિક્ષય તે સંક્લેશના અભાવરૂપ છે. માટે સંક્લેશનો અભાવ જ સ્નેહની અનુત્પત્તિનું કારણ છે તેમ માનવું જોઈએ, પરંતુ આત્મદર્શન સ્નેહની ઉત્પત્તિનું કારણ છે તેમ માનવું ઉચિત નથી.
વિશેષાર્થ :
આત્મા બાહ્ય પદાર્થોને જોઈને રમ્ય પદાર્થો પ્રત્યે સ્નેહ કરે છે, તેમ પોતાના આત્મા પ્રત્યે પણ પોતાને સ્નેહ વર્તે છે. આ સ્નેહ જીવમાં વર્તતા મોહનીયકર્મના ઉદયથી થાય છે અને અનાદિના મોહનીય કર્મના સંસ્કારોથી થાય છે.
ઉપદેશાદિની સામગ્રીથી યોગ્ય જીવને સમ્યગ્ બોધ થાય કે આત્માનો સ્વભાવ કોઈ પદાર્થ સાથે સંગ કરવાનો નથી, પરંતુ આત્માનો અસંગ સ્વભાવ છે, અને તે અસંગ સ્વભાવ પ્રત્યે આત્માને પક્ષપાત પ્રગટ થાય, અને તે અસંગ સ્વભાવને પ્રગટ કરવા અર્થે ભગવાનના વચનાનુસાર તેના ઉપાયોનો બોધ કરે, અને ભગવાને બતાવેલા અસંગ સ્વભાવને પ્રગટ કરવાના ઉપાયોને સેવીને યોગીમાં જ્યારે અસંગ અનુષ્ઠાન પ્રગટે છે, ત્યારે ઉપપ્લવનો ક્ષય થાય છે. અને ઉપપ્લવનો ક્ષય થવાને કારણે કોઈ પદાર્થ પ્રત્યે યોગીને સ્નેહ થતો નથી, તેથી તે યોગી આત્માને ધ્રુવ છે તેમ જાણે તોપણ સ્નેહ ન થાય. આથી સ્નેહરહિત એવા વીતરાગ પરમાત્મા આત્માને દ્રવ્યરૂપે ધ્રુવ જાણે છે અને પર્યાયરૂપે ક્ષણિક જાણે છે, તોપણ, તેમને આત્માના ક્ષણિક પર્યાયો પ્રત્યે પણ સ્નેહ થતો નથી અને ધ્રુવ આત્મા પ્રત્યે પણ સ્નેહ થતો નથી. માટે તાર્કિક એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org