________________
૩૮
ક્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૧૧ અવતરણિકા :
જોકે આત્મદર્શનમાત્ર નિમિત્તક સ્નેહ નથી; કેમ કે ક્ષણિક પણ આત્માનું સ્વસંવેદનપ્રત્યક્ષથી સમવલોકન હોવાને કારણે તેના ઉદ્ભવનો પ્રસંગ છે=ક્ષણિક એવા આત્મામાં સ્નેહના ઉદ્દભવનો પ્રસંગ છે, પરંતુ ધ્રુવ આત્મદર્શનથી નિયત જ સ્નેહનો ઉદ્ભવ છે; કેમ કે તર્ગત આગામી કાળ સુખ-દુઃખની પ્રાપ્તિ અને પરિહારની ચિંતાનું આવશ્યકપણું છે=ધ્રુવ આત્મગત આગામી કાળના સુખની પ્રાપ્તિની ચિંતા અને દુઃખના પરિવારની ચિંતાનું આવશ્યકપણું છે, એ પ્રકારે બૌદ્ધ સ્વીકારવું જોઈએ એમ કહીને આત્માને ધ્રુવ સ્વીકારવા છતાં સ્નેહ નક્કી જ થાય તેવો નિયમ નથી તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ -
શ્લોક-૧૦માં કહ્યું કે આત્મદર્શનહેતુક સ્નેહ નથી ત્યાં બૌદ્ધવાદી કહે છે કે જેમ બાહ્ય પદાર્થનાં દર્શનથી તે પદાર્થ રમ્ય જણાય તો તે પદાર્થ પ્રત્યે સ્નેહ થાય છે તેમ પોતાનું અસ્તિત્વ છે તેવી બુદ્ધિ થાય તો પોતાના પ્રત્યે સ્નેહ થાય અર્થાત્ રાગ થાય છે માટે આત્મદર્શનહેતુક સ્નેહ માનવામાં વિરોધ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આત્મદર્શનમાત્રનિમિત્તક સ્નેહ નથી, પરંતુ ધૃવત્વ વિશેષણથી વિશિષ્ટ આત્મદર્શનનિમિત્તક સ્નેહ છે એમ તારે કહેવું જોઈએ; કેમ કે જો આત્મદર્શનનિમિત્તક સ્નેહ સ્વીકારવામાં આવે તો ક્ષણિક આત્માને માનનાર બૌદ્ધવાદીના મતમાં ક્ષણિક એવા આત્માનું એકક્ષણ સ્વસંવેદન પ્રત્યક્ષ છે, અને તે ક્ષણમાં આત્મા પ્રત્યે સ્નેહ થવો જોઈએ; અને ક્ષણ પછી તે આત્મા નાશ થાય છે ત્યારે જે ઉત્તરનો આત્મા ઉત્પન્ન થાય છે, તે ઉત્તરના આત્માને પણ તે ક્ષણમાં સ્વસંવેદનથી આત્માનું પ્રત્યક્ષ છે, તેથી તેને પણ આત્મા પ્રત્યે સ્નેહ થવો જોઈએ. માટે આત્મદર્શનહેતુક સ્નેહ સ્વીકારીએ તો ક્ષણિક એવા આત્મામાં પણ સ્નેહ માનવાનો પ્રસંગ આવે. તેથી બૌદ્ધદર્શનકારે કહેવું જોઈએ કે ધ્રુવ આત્મદર્શનમાં સ્નેહ થાય છે.
ધ્રુવ આત્મદર્શનમાં કેમ સ્નેહ બૌદ્ધદર્શનકારને સ્વીકારવો જોઈએ ? તેમાં યુક્તિ બતાવે છે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org