________________
39
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦
કરવાના સ્વભાવવાળો છે' એ પ્રકારના શબ્દના અર્થની અનુપપત્તિ થાય. તેથી ક્ષણિકવાદી બૌદ્ધને ઉભયએકસ્વભાવ સ્વીકારવો હોય તો પ્રથમ ક્ષણના અને દ્વિતીય ક્ષણના આત્મામાં અનુગત એવું કોઈક અન્વયિ દ્રવ્ય છે તેમ માનવું પડે; કેમ કે જે નિવૃતન પામવાના સ્વભાવવાળો પ્રથમ ક્ષણનો આત્મા છે, તે આત્મામાં અન્યને જનન કરવાની શક્તિ છે, અને તે જનનશક્તિ જ ઉત્તરના આત્મારૂપે પરિણમન પામે છે તેમ માનવું પડે. અને તેમ સ્વીકારવું હોય તો પ્રથમ ક્ષણમાં અને દ્વિતીય ક્ષણમાં અન્વયિ દ્રવ્ય સ્વીકારવું પડે.
તે કથનને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે
જેમ ક્ષણિકવાદી બૌદ્ધે પ્રથમ ક્ષણના આત્મામાં ઉભયએકસ્વભાવ સ્વીકાર્યો, તેમ પૂર્વ-અપરકાળ સંબંધ એકસ્વભાવત્વનો પણ તે આત્મામાં અવિરોધ પ્રાપ્ત થાય છે; કેમ કે પ્રથમ ક્ષણનો આત્મા કોઈક અવસ્થાથી નિવર્તન પામનારો અને ઉત્તરની કોઈક અવસ્થાને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, તેથી ઉત્તરક્ષણમાં જે ઉત્પન્ન થાય છે તે પૂર્વક્ષણના આત્માનું કાર્ય છે, અને તે કાર્યની શક્તિરૂપે રહેલ વસ્તુ અન્વયરૂપે પ્રાપ્ત થાય છે. તેથી ક્ષણિકવાદી બૌદ્ધને ઉભયસ્વભાવરૂપ ત્રીજો વિકલ્પ અભિમત હોય તો કચિત્ અન્વયિ એવા આત્માને ક્ષણિક સ્વીકારી શકે, પરંતુ આત્માને સર્વથા ક્ષણિક સ્વીકારી શકે નહિ.
આ રીતે આત્મા એકાંતે ક્ષણિક સિદ્ધ થતો નથી તેમ બતાવ્યું. હવે આત્માને કથંચિદ્ અન્વયિ સ્વીકારવાથી જ પ્રત્યભિજ્ઞાનું સામાનાધિકરણ્ય અને ક્રિયા અને તેના ફળનું સામાનાધિકરણ્ય નિરુપચરિત સંગત થાય છે; કેમ કે પ્રત્યભિજ્ઞામાં અનુભવ છે કે ‘જે બાળકરૂપે હું પૂર્વમાં હતો તે જ હું યુવાનરૂપે છું'. એ પ્રકારના અનુભવમાં બાળકઅવસ્થાનું અને યુવાવસ્થાનું સામાનાધિકરણ્ય અન્વય આત્માને સ્વીકારવાથી સંગત થાય છે. વળી ‘જે મેં ક્રિયા કરી તેના ફળને હું પામ્યો' એ પ્રકારનું ક્રિયા અને ફળનું સામાનાધિકરણ્ય પણ અન્વય એવા આત્માને સ્વીકારવાથી સંગત થાય છે.
પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન :
શ્લોક-૨માં કહેલ કે તર્કવાદી બૌદ્ધો નૈરાત્મ્યદર્શનના યોગથી ક્લેશહાનિને ઇચ્છે છે. તેના મતને દૂષણ આપતાં શ્લોક-૬થી શ્લોક-૧૦ના પૂર્વાર્ધ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org