________________
૨૦.
ફ્લેશતાનોપાયાવિંશિકા/શ્લોક-૭ વિષયભૂત આત્મા નામની વસ્તુ જ જગતમાં પ્રસિદ્ધ ન હોય તો આત્મા નથી તેમ કહી શકાય નહીં, પરંતુ ક્યાંક આત્મા પ્રસિદ્ધ હોય તો અન્યત્ર તેના સંબંધનો આરોપ થઈ શકે.
અહીં પ્રશ્ન થાય કે જો આત્મા છે જ, તો બૌદ્ધ દર્શનનાં શાસ્ત્રો કહે છે કે જે પ્રમાણે કુમારી આ સ્વપ્નાંતરમાં=બધા સ્વપ્નમાં નહીં પરંતુ કોઈક સ્વપ્નમાં, પોતાના પુત્રને જન્મેલો જોઈને હર્ષ પામે છે, અને પોતાના પુત્રને મરેલો જોઈને ખેદ પામે છે, તેની ઉપમા જેવા સર્વ ધર્મો છે, તે બૌદ્ધનું શાસ્ત્રવચન કઈ રીતે સંગત થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારનું બૌદ્ધનું શાસ્ત્રવચન સંસારની અસારતાના અર્થવાદમાત્રમાંક અર્થને કહેવામાં, પ્રવૃત્ત છે એમ સ્વીકારીને તે શાસ્ત્રનો અર્થ કરવો, પરંતુ સર્વથા આત્માના અભાવને બતાવનાર તે શાસ્ત્ર વચન છે તેવો અર્થ કરવો ઉચિત નથી. - વિશેષાર્થ :
બૌદ્ધમતમાં બે સંપ્રદાય છે. તેમાં એક ક્ષણિકવાદી બૌદ્ધમત છે, અને બીજો જ્ઞાનવાદી બૌદ્ધમત છે.
(૧) ક્ષણિકવાદી બૌદ્ધ બાહ્ય પદાર્થોને સ્વીકારે છે અને તે સર્વ પદાર્થોને ક્ષણિક કહે છે.
(૨) જ્ઞાનવાદી બૌદ્ધ જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થોને સ્વીકારતો નથી. તેથી જ્ઞાનવાદી બૌદ્ધના મતમાં જ્ઞાનના વિષયભૂત બાહ્ય કોઈ પદાર્થો નથી, માત્ર તે તે પ્રકારે પરિણમન પામતું જ્ઞાન ઘટ-પટાદિ આકારરૂપે સંવેદન થાય છે.
જ્ઞાનવાદી બૌદ્ધ “બાહ્ય એવો આત્મા નામનો પદાર્થ નથી, પરંતુ જ્ઞાનના વિકલ્પથી આત્મા–પોતે, છે તેવો ભ્રમ થાય છે તેમ બતાવવા અર્થે કુમારીસુતબુદ્ધિનું દૃષ્ટાંત આપે છે, અને કહે છે –
જેમ કુમારી સ્ત્રીને પુત્ર નથી, છતાં જ્ઞાનના વિકલ્પથી કોઈકને આ કુમારી સ્ત્રીનો પુત્ર છે તેવો ભ્રમ થાય છે, તેમ જ્ઞાનના વિકલ્પથી અતિરિક્ત આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org