________________
૧૩૨
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૧ મનોઅંતરપ્રવેશાદિની કલ્પનાથી કાચબૂહની રચનાની સંગતિમાં ગૌરવની પ્રાપ્તિ -
અહીં પૂર્વપક્ષી કહે કે જે યોગીઓ યોગના બળથી કાયવૂહની રચના કરીને પોતાનાં કર્મોનો નાશ કરવા પ્રયત્ન કરે છે, તે યોગીઓ જ્યારે નવી કાયાની રચના કરે છે તેમાં અન્ય મનનો પ્રવેશ થાય છે. તેથી યોગી જેટલી કાયાઓની રચના કરે છે તેટલાં મનોઅંતર સર્વ કાયામાં હોવાથી સર્વકાયાઓની પ્રવૃત્તિ યોગી કરી શકશે. માટે કાયવૂહની રચનાની કલ્પના કરવામાં કોઈ અસંગતિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
યોગી દ્વારા રચાયેલી સર્વ કાયાઓમાં મનોઅંતરના=નવાં નવાં મનોના, પ્રવેશાદિની કલ્પના કરવામાં ગૌરવ છે અર્થાત્ અનુભવથી દરેકને પોતાના એક મનની પ્રતીતિ છે, તેમાંથી અનેક મનો ઉત્પન્ન થાય છે, અને સર્વ શરીરોમાં જુદાં જુદાં મનો રહે છે, એ પ્રકારની અનેક મનોની કલ્પના કરવામાં ગૌરવ દોષ છે. માટે લાઘવથી કાયવૂહની કલ્પના કર્યા વગર જ્ઞાનયોગથી કર્મોનો નાશ થાય છે એમ માનવું ઉચિત છે. પાતંજલોના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
પાતંજલદર્શનકાર કહે છે કે અગ્નિ બળતો હોય ત્યારે તેમાંથી તણખા નીકળે છે, તેની જેમ યોગી કર્મનાશ માટે અનેક કાયાઓની રચના કરે છે ત્યારે, અગ્નિસ્થાનીય એક એવા પોતાના પ્રયોજક ચિત્તથી અનેક ચિત્તનો પરિણામ અસ્મિતામાત્રથી થાય છે. તેથી અનેક શરીરોની રચના દ્વારા યોગી સર્વ અન્ય ભવોથી ભોગ્ય એવાં કર્મોને ભોગવીને નાશ કરી શકે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
તેઓની આ કલ્પના મોહ જ છે અર્થાત્ અનંતકાળમાં ભેગાં થયેલાં કર્મોથી અનેક શરીરો બનાવીને ઉપભોગ દ્વારા તેનો નાશ થાય છે, એ પ્રકારની કલ્પના કરવી એ પાતંજલીની મિથ્યામતિ છે.
કેમ મિથ્યામતિ છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org