________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૯
૧૧૩ નંબર-૧માં તત્શરીર પ્રયોજ્ય-ચૈત્રશરીરપ્રયોજ્ય, ચૈત્રના અચરમદુઃખવર્તી ચૈત્રત્વજાતિ છે. નંબર-૩માં મૈત્રીયચરમદુઃખમાં ચરમદુઃખત્વ ધર્મ છે અને
નંબર-૨માં ચૈત્રીયચરમદુઃખમાં તત્શરીર પ્રયોજ્ય=ચૈત્રશરીર પ્રયોજ્ય ચૈત્રત્વજાતિ છે અને ચરમદુઃખત્વ ધર્મ છે.
તેથી નંબર-૧ અને નંબર-૩ રૂ૫ ભિન્તાધિકરણમાં રહેલા એવા બે ધર્મોનું ચૈત્રત્વ અને વરદુ:વત્વ નું નંબર-૨ રૂપ=ચૈત્રીયચરમદુઃખરૂપ એક અધિકરણમાં પ્રાપ્તિ હોવાથી સાંકર્યદોષ આવે છે. માટે ચરમદુઃખત્વ ધર્મને જાતિ સ્વીકારી શકાય નહિ.
વસ્તુતઃ ચૈત્રના શરીરથી પ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિ પ્રસિદ્ધ છે; કેમ કે ચૈત્ર નામના પુરુષને બાલ્યકાળથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી “આ ચૈત્ર છે', એ પ્રકારનો વ્યપદેશ બાલ્યકાળથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીની સર્વઅસ્થામાં થઈ શકે છે. તે તતુશરીર પ્રયોજ્ય એવી ચૈત્રશરીર પ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિને કારણે થાય છે. માટે ચૈત્રશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિને સ્વીકાર્યા પછી તે ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વધર્મનું સાંકર્ય પ્રાપ્ત થતું હોવાથી ચરમદુઃખત્વધર્મને જાતિ સ્વીકારી શકાય નહિ.
પૂર્વમાં તશરીરપ્રયોજ્ય એવી ચૈત્રત્વજાતિની સાથે ચરમદુઃખત્વધર્મનું સાંકર્ય બતાવીને દુઃખત્વવ્યાપ્ય એવી ચરમદુઃખત્વજાતિ સ્વીકારી શકાય નહિ તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું, અને ત્યાં જે સાંકર્ય દોષ આવ્યો તેના નિવારણ માટે તૈયાયિકો કહે કે મૈત્રીયચરમદુઃખમાં રહેલા એવા ચરમદુઃખત્વને ગ્રહણ કરીને તમે સાંકર્ય દોષ આપ્યો, તે દોષના નિવારણ માટે અમે એક જ અધિકરણમાં રહેલી એવી તત્શરીરપ્રયોજ્ય-ચૈત્રશરીરપ્રયોજ્ય જાતિની વ્યાપ્ય એવી ચૈત્રના ચરમસુખ-દુઃખમાં રહેલી એવી ભિન્ન જ ચરમત્વજાતિને સ્વીકારીશું, તેથી મૈત્રના ચરમદુઃખને ગ્રહણ કરીને આવતો સાંકર્યદોષ અમને પ્રાપ્ત થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org