________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક કેવલજ્ઞાનને પામે છે. આમ છતાં તે સદ્દષ્ટિઓ ક્લેશનાશનું કારણ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી નિયંત્રિત ક્રિયાઓને કારણે થયેલી છે. તેથી ક્લેશનાશનો ઉપાય તે સદ્દષ્ટિઓમાં વર્તતાં સમ્યગું જ્ઞાન અને સમ્યક્ ક્રિયા છે. માટે સદ્દષ્ટિઓના નિરૂપણ પછી સમ્યમ્ જ્ઞાન અને સમ્યક ક્રિયાને ક્લેશનાશના ઉપાયરૂપે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશીમાં બતાવેલ છે.
જીવને મોક્ષમાં જવામાં નડતરરૂપ જે તત્ત્વ છે તેને કોઈ દર્શનકાર કર્મ કહે છે, તો કોઈ દર્શનકાર અવિદ્યા કહે છે, કોઈ દર્શનકાર અદૃષ્ટ કહે છે, તો કોઈ દર્શનકાર પાશ કહે છે. નામથી ભલે ભિન્ન ભિન્ન હોય, પરંતુ આ તત્ત્વ જીવને સંસારમાં ક્લેશ-સંક્લેશ પેદા કરાવે છે. તેથી ગ્રંથકારશ્રીએ તેને “ક્લેશ” નામથી જણાવવાનું યોગ્ય જાણી તે ક્લેશના નાશનો હેતુ શું છે ? એ અંગે વિવિધ દર્શનોમાં પ્રવર્તતી જુદી જુદી માન્યતાઓ જણાવી તેની સમીક્ષા પ્રસ્તુત “ક્લેશતાનોપાય” બત્રીશીમાં કરેલ છે.
સર્વધેશનાશના ઉપાયને વિષે જુદા જુદા દર્શનમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે, જેમ કે –
જૈનદર્શન - જૈનદર્શન ક્લેશનાશનો ઉપાય સમ્યગૂ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા માને છે. જ્ઞાનયજમ્યાં મોક્ષઃ સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા દ્વારા મોક્ષ થાય છે, સર્વ ક્લેશોનો નાશ થાય છે. સમ્યગુ જ્ઞાનથી નિયંત્રિત સમ્યગુ વીર્યશક્તિને પ્રવર્તાવીને જીવ સંસારનાં કારણભૂત એવાં કર્મોનો નાશ કરે છે. માટે કર્મનાશનો ઉપાય જિનવચનાનુસાર જ્ઞાન અને જિનવચનાનુસાર બહિરંગ અને અંતરંગ ઉચિત પ્રવૃત્તિ છે એમ શ્લોક-૧માં બતાવેલ છે.
બૌદ્ધદર્શન - બૌદ્ધદર્શન નૈરાભ્યદર્શનથી ક્લેશનાશ માને છે. નૈરાભ્યદર્શન એટલે આત્માના અભાવનું દર્શન અથવા ક્ષણિક આત્માનું દર્શન આત્માના અભાવને જોવાથી નૈરાભ્યદર્શન થાય છે. તેથી આત્મા ઉપર સ્નેહ થતો નથી, અને આત્મા ઉપર સ્નેહ ન થાય તો ક્લેશરૂપ તૃષ્ણાનો નાશ થાય છે. માટે ક્લેશનાશનો ઉપાય નૈરાભ્યદર્શન માને છે. તે બતાવીને તે મત કેમ અસંગત છે એમ શ્લોક-૨થી ૧૧માં બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org