________________
૯૯
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૬ ત્યારે ઘટના પ્રાગભાવ તુલ્ય વિવેકઅખ્યાતિરૂપ જે સંયોગ હતો તેનો નાશ થાય છે અને જેમ ઘટના નાશથી ઘટનો પ્રાગભાવ ફરી પ્રગટ થતો નથી તેમ મુક્તિઅવસ્થામાં વિવેકખ્યાતિનો નાશ થાય છે ત્યારે ફરી વિવેકઅખ્યાતિરૂપ સંયોગ પ્રાપ્ત થતો નથી, એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે.
વળી નનું થી પાતંજલદર્શનકારે સ્થાપન કર્યું કે વિવેકખ્યાતિ પણ અંતઃકરણનો ધર્મ છે, અને અંતઃકરણ પ્રકૃતિમાં વિલય થાય છે ત્યારે સંસારનો ઉચ્છેદ થાય છે. તેથી મુક્તિઅવસ્થામાં અંતઃકરણના ધર્મરૂપ વિવેકખ્યાતિ નથી. એ રીતે શું પ્રાપ્ત થાય ? એ બતાવતાં પાતંજલદર્શનકાર કહે છે –
આ રીતે પ્રકૃતિનો જ તત્ત્વથી સંયોગદાન છે=વિવેકઅખાતિરૂપ જે સંયોગ હતો અને તેના કારણે આ ભવપ્રપંચ હતો, અને સાધનાથી જ્યારે સંયોગનો નાશ થાય છે તે સંયોગનો નાશ તત્ત્વથી પ્રકૃતિનો છે, આત્માનો સંયોગદાન નથી, પરંતુ આત્મામાં સંયોગનો નાશ થયો એ પ્રકારનો ઉપચાર કરવામાં આવે છે. એથી અમને આ ઉપાલંભ શોભન નથી અર્થાત્ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે વિવેકઅખાતિરૂપ સંયોગનો અભાવ વિવેકખ્યાતિરૂપ છે, અને વિવેકખ્યાતિથી મુક્તિ થાય છે. તેથી મુક્તિ અવસ્થામાં વિવેકખ્યાતિ હોવાને કારણે નિર્વિષય ચિન્માત્ર તત્ત્વાર્થની અસિદ્ધિ છે, એ પ્રકારનો ઉપાલંભ અમને શોભતો નથી. એ પ્રકારે પાતંજલદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે -
પાતંજલદર્શનકારનું આ કથન યુક્ત નથી; કેમ કે સંબંધની સાથે અવિનાભાવ એવા ઉપચારનું આશ્રયણ કરાય છd, ચિત્માત્રધર્મકત્વનો=ચૈતન્યમાત્રધર્મપણાનો ત્યાગ પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે “મળ્યા: શક્તિ' એ પ્રકારના ઉપચારમાં આક્રોશ કરનાર પુરુષની સાથે માંચડાનો સંબંધ છે, તેથી પુરુષ આક્રોશ કરે છે છતાં માંચડા આક્રોશ કરે છે એમ કહેવાય છે. તેમ પાતંજલદર્શનકારના કથન અનુસાર પ્રકૃતિનો સંયોગદાન હોય અને આત્માને ઉપચારથી કહેવાતું હોય તો પ્રકૃતિ સાથે આત્માનો પૂર્વમાં સંબંધ હતો તેમ માનવું પડે. તેથી સંબંધની સાથે અવિનાભાવવાળા એવા ઉપચારનું આશ્રમણ કરીને પાતંજલદર્શનકાર કહે કે આત્માનો ઉપચારથી સંયોગદાન છે, તો પાતંજલદર્શનકારે માનવું પડે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org