________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૬
GO વિવેવસ્થિતિરૂપસંયોજમાવડા - અહીં પિથી એ કહેવું છે કે આત્માના અને પ્રકૃતિના ભેદનું જ્ઞાન તો વિવેકખ્યાતિરૂપ છે, પરંતુ વિવેકઅખ્યાતિરૂપ જે ભવપ્રપંચનો સંયોગ છે તેનો અભાવ પણ વિવેકખ્યાતિરૂપ છે.
મુવપ નિર્વપર્યાવન્માત્રતસ્વીસિદ્ધિ - અહીં થિી એ કહેવું છે કે સંસાર અવસ્થામાં તો નિર્વિષય ચિન્માત્ર તત્ત્વાર્થની અસિદ્ધિ છે, પરંતુ મુક્તિમાં પણ નિર્વિષય ચિન્માત્ર તત્ત્વાર્થની અસિદ્ધિ છે.
વિવેણ્યતિરપિ મન્ત:રાધર્મ cવ - અહીં પ થી એ કહેવું છે કે બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા અન્ય ધર્મો તો અંતઃકરણના ધર્મો છે, પરંતુ વિવેકખ્યાતિ પણ અંતઃકરણનો ધર્મ છે.
૩પવીરસ્ય સમ્પવિનામાવસ્ય - અહીં પથી એ કહેવું છે કે સંયોગરૂપ સંબંધમાં તો સંયોગનો અવિનાભાવ છે, પરંતુ આત્મામાં ઉપચારથી સંયોગનો હાન સ્વીકારવામાં પણ સંબંધનો અવિનાભાવ છે. ભાવાર્થ :
પાતંજલદર્શનકાર આત્માની સિદ્ધિ માટે સાતબંધ અને અસાતબંધરૂપ ઉપચારનો આશ્રમણ કરતા હોય, અને તેનાથી ચિટૂપ એવા આત્માની સિદ્ધિ કરતા હોય તો મુક્તિ અવસ્થામાં પણ આત્મા વિષયોનું પરિચ્છેદન કરે છે તેમ તેઓએ સ્વીકારવું જોઈએ. એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું તેની પુષ્ટિ કરવા અર્થે વિશ્વથી કહે છે – પાતંજલદર્શનકારના વચનથી મુકિત અવસ્થામાં આત્માને શેયના પરિચ્છેદનની સંગતિ -
પાતંજલદર્શનકાર જે વિવેકખ્યાતિ માને છે તે વિવેકખ્યાતિની પ્રાપ્તિ પૂર્વે જે વિવેકઅખ્યાતિરૂપ સંયોગ આત્મા સાથે હતો તેના અભાવરૂપ વિવેકખ્યાતિ છે. તેથી એ ફલિત થાય છે કે પૂર્વમાં વિવેકઅખાતિરૂપ સંયોગ હતો તેના અભાવરૂપ વિવેકખ્યાતિ સાધનાથી પ્રાપ્ત થઈ અને તે મુક્ત અવસ્થામાં પણ વિદ્યમાન છે; કેમ કે વિવેકઅખ્યાતિરૂપ સંયોગ મુક્તઅવસ્થામાં વિદ્યમાન નથી તેથી અર્થથી વિવેકઅખ્યાતિના અભાવરૂપ વિવેકખ્યાતિ મુક્ત અવસ્થામાં છે તેમ સ્વીકારવું પડે અને વિવેકખ્યાતિ યથાર્થ વિષયને ગ્રહણ કરનાર છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org