________________
૯૨
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬
કોઈ વિષય ન હોય તેવું જ્ઞાન છે તેમ કહી શકાય નહિ. માટે જ્ઞાનમાં જેમ જ્ઞાનત્વ છે તેમ સવિષયકત્વ સ્વભાવ પણ છે. માટે મુક્તઅવસ્થામાં આત્મા ચિરૂપ છે તેમ પાતંજલદર્શનકાર સ્વીકારતા હોય, તો આત્મા જ્ઞેય એવા વિષયોનો જાણનાર છે, તેમ તેઓએ સ્વીકારવું જોઈએ.
અહીં પાતંજલદર્શનકાર કહે કે મુક્તઅવસ્થામાં અંતઃકરણનો અભાવ હોવાને કા૨ણે વિષયોનો બોધ થતો નથી, અને સંસારઅવસ્થામાં અંતઃકરણ છે, તેથી જ્ઞાન જ્ઞેયનું પરિચ્છેદન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે
નિરાવરણ જ્ઞાનમાં વિષયનો બોધ કરવા માટે અંતઃકરણની આવશ્યક્તા નથી. માટે અંતઃકરણ નહિ હોવાને કારણે મુક્તઅવસ્થામાં રહેલા આત્માનું જ્ઞાન જ્ઞેયને જાણતું નથી, તેમ કહી શકાય નહિ.
—
આશય એ છે કે સંસા૨અવસ્થામાં સંસારીજીવોનું જ્ઞાન કર્મોથી આવૃત છે, તેથી સંસારીજીવોને બોધ કરવા અર્થે મનરૂપ અંતઃકરણની આવશ્યક્તા છે, મન દ્વારા વિષયોનું જ્ઞાન કરે છે; અને મુક્ત થયેલા આત્માઓ કર્મોના આવરણ વગરના છે, તેથી તેમને જ્ઞેયનું જ્ઞાન કરવા માટે મનરૂપ અંતઃકરણની આવશ્યક્તા નથી. તેથી મુક્તઅવસ્થામાં આત્માને વિષયોનો બોધ છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે સંસારઅવસ્થામાં જીવોને વસ્તુના સ્વરૂપને જાણવા પ્રત્યે દિદક્ષા છે. તેથી તેઓ વસ્તુના સ્વરૂપને જાણવા માટે ઉદ્યમ કરીને વિષયોનું જ્ઞાન કરે છે. મુક્તઅવસ્થામાં આત્માને વસ્તુના સ્વરૂપને જાણવાની ઇચ્છા નથી. તેથી તેઓને સંસારના પદાર્થોને જાણવાની દિદક્ષા નથી, તેથી સંસારના વિષયોનું જ્ઞાન તેમને થતું નથી. માટે મુક્ત અવસ્થામાં આત્મા ચિદ્રૂપ હોવા છતાં વિષયોનો બોધ નથી, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે
મુક્તઅવસ્થામાં દિદક્ષાનો અભાવ હોવા છતાં પણ દશ્ય એવા બાહ્ય પદાર્થોના દર્શનની અનિવૃત્તિ છે.
આશય એ છે કે સંસારી જીવોનું જ્ઞાન કર્મથી અવરાયેલું છે, અને દિદક્ષાને કા૨ણે જાણવા માટે યત્ન કરે છે ત્યારે, તે આવરણ કાંઈક ખસવાથી વિષયોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org