________________
૭૩
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૨ (૩) સંસ્કારથી દુઃખમયતા :
સંસારી જીવોને અભિમત વિષયોનું સંનિધાન થાય ત્યારે સુખનું સંવેદન થાય છે, અને અનભિમત વિષયોનું સંનિધાન થાય છે ત્યારે દુઃખનું સંવેદન થાય છે, અને તે સંવેદનો તેવા જ પ્રકારના સંસ્કારો આધાન કરે છે અર્થાત્ સુખ પ્રત્યેના પક્ષપાતવાળા અને દુઃખ પ્રત્યેના વિમુખભાવવાળા સંસ્કારો આધાન કરે છે. તેથી તે જીવ ફરી ફરી તે સામગ્રીમાં તે પ્રકારના અનુભવની પરંપરા પ્રાપ્ત કરે છે, જેથી તે પરંપરા દ્વારા તે પ્રકારના સંસ્કારોનો પ્રવાહ તે જીવમાં સદા ચાલે છે. તેથી તેવા સંસ્કારો આત્મામાંથી જતા નથી, અને આત્મા વિચિત્ર એવા કુસંસ્કારવાળો બને છે. આ અપેક્ષાએ કર્મવિપાકરૂપ સંસારના સુખ અને દુઃખ સર્વ દુઃખરૂપ છે. (૪) ગુણવૃત્તિના વિરોધથી દુઃખમચતા :
સંસારીજીવો કર્મની પ્રકૃતિથી ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, જે કર્મની પ્રકૃતિ ત્રણ ગુણોવાળી છે : (૧) સત્ત્વ, (૨) રજસ્ અને (૩) તમસ્.
(૧) સત્ત્વગુણનું કાર્ય સુખ છે, (૨) રજોગુણનું કાર્ય દુઃખ છે અને (૩) તમોગુણનું કાર્ય મોહ છે. તેથી સત્વ, રજસ્ અને તમો ગુણની સુખ, દુઃખ અને મોહરૂપ ત્રણ વૃત્તિઓ છે, અને તે ત્રણે વૃત્તિઓ પરસ્પર એકબીજાનો અભિભવ કરે છે, તેથી તે ત્રણે વૃત્તિઓ જીવમાં અભિભાવ્ય – અભિભાવકભાવથી વિરુદ્ધ થનારી છે; માટે જે વૃત્તિ બલિષ્ઠ હોય તે અન્ય વૃત્તિનો અભિભવ કરે છે. આ રીતે ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે સત્ત્વગુણના અનુભવકાળમાં, રજોગુણના અને તમોગુણના દુઃખનો અનુવેધ છે. તેથી સંસારનું સુખ કે દુઃખ દુઃખરૂપ છે.
આશય એ છે કે સત્ત્વગુણના પ્રકર્ષવાળી પ્રકૃતિ વર્તતી હોય ત્યારે જીવોને ઉત્તમ ભોગસામગ્રીથી સુખનો અનુભવ થાય છે, છતાં તે વખતે પણ રાજસી અને તામસીવૃત્તિ તેની પ્રકૃતિમાં રહેલી છે; અને તે રાજસી અને તામસીવૃત્તિ સત્ત્વગુણનો સતત અભિભવ કરે છે, ફક્ત તે સત્ત્વગુણ પ્રકર્ષવાળો હોવાથી તેની વિરુદ્ધ એવી રજોગુણ અને તમોગુણવાળી પ્રકૃતિ દ્વારા તેનો સર્વથા અભિભવ થતો નથી. તેથી સત્ત્વગુણની પ્રધાનતાને કારણે જીવોને સુખનો અનુભવ થાય છે; તોપણ તે સુખના કાળમાં વર્તતી રજોગુણ અને તમોગુણવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org