________________
co
(૧) બુદ્ધિ :
તેવા પ્રકારના=સઅનુષ્ઠાને સમ્યગ્ કરાવવાનું કારણ બને તેવા પ્રકારના ગ્રહથી રહિત શબ્દાર્થના શ્રવણમાત્રથી થયેલ જ્ઞાન બુદ્ધિ છે.
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩
જેમ કોઈ તીર્થયાત્રાએ જતું હોય અને તીર્થયાત્રાએ જના૨ને જોઈને ‘હું પણ તીર્થયાત્રાએ જાઉં' એવા પ્રકારનો જે જ્ઞાનનો ઉપયોગ તે બુદ્ધિ છે. આ પ્રકારના જ્ઞાનના ઉપયોગમાં ‘આ તીર્થયાત્રા કઈ રીતે સંસારના નિસ્તારનું કારણ બને છે, તે જાણીને તે પ્રમાણે આ તીર્થયાત્રા કરીને હું સંસારથી મારા આત્માનો નિસ્તાર કરું' તેવા પ્રકારની વિચારણા હોતી નથી. તેથી તેવા પ્રકારના ઊહથી રહિત આ બોધ છે, અને આવા બોધથી જે અનુષ્ઠાન કરાય તે બુદ્ધિથી કરાયેલું સદનુષ્ઠાન છે. તેમાં ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ ગ્રંથની સાક્ષી આપી. તેનો ભાવ એ છે કે ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થના આશ્રયવાળી બુદ્ધિ છે. તેથી કોઈ વ્યક્તિ તીર્થયાત્રાએ જાય છે, તેવું ચક્ષુરિન્દ્રિયથી જોઈને અથવા કોઈ તીર્થયાત્રાએ જાય છે એવું કોઈ પાસેથી શ્રોત્રેન્દ્રિયથી સાંભળીને, ‘હું પણ તીર્થયાત્રાએ જાઉં’ તેવી બુદ્ધિ કરીને તીર્થયાત્રાએ જાય છે, તે બુદ્ધિપૂર્વકનું અનુષ્ઠાન છે.
(2) $1101 :
તેવા પ્રકારના=સઅનુષ્ઠાનને સમ્યગ્ કરવાનું કારણ બને તેવા પ્રકારના ઊહથી ગ્રહણ કરેલા અર્થના ૫૨માર્થના બોધવાળું જ્ઞાન એ બીજા પ્રકારનો બોધ છે, અને આ બોધ તેવા પ્રકારના ઊહથી યુક્ત તીર્થયાત્રાદિ ક્રિયાકાળમાં વર્તતા જીવના અધ્યવસાયરૂપ છે.
આશય એ છે કે કોઈ તીર્થયાત્રાએ જતું હોય અને વિચારકને જિજ્ઞાસા થાય કે તીર્થયાત્રા કયા પ્રયોજનથી કરવાની છે ? અને ‘તીર્થયાત્રાનું પ્રયોજન સંસારસાગરથી તરવાનું છે' એમ જાણીને શાસ્ત્રમાં જે વિધિ પ્રમાણે તીર્થયાત્રા કરીને સંસારસાગર તરવાનું કહ્યું છે, તે પ્રમાણે જાણવાની જિજ્ઞાસાપૂર્વક તીર્થયાત્રાની વિધિનો શાસ્ત્રથી બોધ કરે, તે બીજા પ્રકારનો બોધ છે; અને આને બતાવવા માટે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથના સાક્ષીપાઠમાં કહ્યું કે ‘આગમપૂર્વકનું જ્ઞાન તે બીજા પ્રકારનો બોધ છે.’ અને આ બોધપૂર્વક તીર્થયાત્રા જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org