________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાબિંશિકા/શ્લોક-૧૦-૨૦ હોય, તોપણ તત્ત્વથી તેઓ લોકપાલના ઉપાસક છે; કેમ કે તેઓની ચિત્ર પ્રકારની ભક્તિ છે અર્થાત્ સ્વઅભીષ્ટ દેવ પ્રત્યે રાગ અને અન્ય દેવ પ્રત્યે દ્વેષ કરીને સાંસારિક દેવની ઉપાસના કરે છે, પરંતુ વીતરાગની ઉપાસના કરતા નથી; અને જેઓ મોક્ષના અર્થી છે, યોગમાર્ગનું સેવન કરે છે, તેઓને સ્વઅભીષ્ટ દેવ કોઈને વીર ભગવાન હોય, તો કોઈ અન્યને ‘તથાતા હોય, તો વળી કોઈ અન્યને “સદાશિવ' હોય; તોપણ તે સર્વ સ્વદેવ પ્રત્યે રાગ અને પરદેવ પ્રત્યે ‘ષ કરતા નથી. આથી તેવા યોગીઓ કોઈપણ દર્શનમાં રહેલા યોગમાર્ગને કહેનારી યુક્તિયુક્ત વાતો જાણવા યત્ન કરે છે, પરંતુ આ પરદર્શનનું કથન છે, માટે ખોટું છે, તેવી બુદ્ધિથી તેના પ્રત્યે દ્વેષ કરતા નથી. માત્ર તે ઉપાસના દ્વારા શમપરિણામનું અનુસરણ કરે છે. તેથી તેઓની ઉપાસ્ય વિષયક ભક્તિ અચિત્ર છે=એક પ્રકારની છે, અને તે અચિત્ર પ્રકારની ભક્તિ યોગમાર્ગના સેવન દ્વારા મોક્ષનું કારણ છે. તેથી તે સર્વના ઉપાસ્ય નામથી જુદા હોવા છતાં પણ પરમાર્થથી પૂર્ણ પુરુષ એવા તીર્થંકરો છે. ll૧૯ અવતરણિકા -
પૂર્વશ્લોક-૧૯માં કહ્યું કે લોકપાલાદિમાં ચિત્ર પ્રકારની ભક્તિ છે, અને મુક્તાદિમાં અચિત્ર પ્રકારની ભક્તિ છે. તેથી હવે ચિત્ર પ્રકારની ભક્તિ કોને હોય છે ? અને અચિત્ર પ્રકારની ભક્તિ કોને હોય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् ।
तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ।।२०।। અન્વયાર્થ:
તથમિના—તત્કામગામીઓની=સંસારી દેવકામગામીઓની, સંસારિવુ દિ સેવેy=સંસારી દેવામાં વિતા=ભક્તિ છે તાતીતાર્થવાયનાન્ પુનઃ વળી તદ્ અતીત અર્થમાં જનારાઓની સંસારથી અતીતમાર્ગમાં જનારાઓની, તકતીને તત્ત્વ=તેના અતીત તત્ત્વમાં=સંસારથી અતીત તત્વમાં ભક્તિ છે. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org