________________
૫૮
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫-૧૬
જૈન દર્શનમાં રહેલો યોગમાર્ગ પણ સર્વજ્ઞકથિત છે; આમ છતાં સર્વ દર્શનોમાં રહેલો યોગમાર્ગ પ્રાથમિક ભૂમિકાનો છે, અને જૈનદર્શનમાં રહેલો યોગમાર્ગ સર્વ નયોને ઉચિત સ્થાને જોડીને સાંગોપાંગ વર્ણન કરાયેલો છે, તેથી કષ-છેદ. અને તાપથી શુદ્ધ છે. આવો નિર્ણય દર્શનશાસ્ત્રના અભ્યાસથી જેઓને થયો છે, અને કોઈ દર્શનના પક્ષપાત વગર યોગમાર્ગના પક્ષપાતથી જેઓએ જૈન દર્શનનો સ્વીકાર કર્યો છે, તેવા યોગીઓને અન્ય દર્શનના યોગીઓ કરતાં સર્વજ્ઞનો વિશેષ નિર્ણય થયો છે, તેથી તેઓ અન્ય દર્શનવાળા યોગીઓ કરતાં કંઈક વિશેષથી સર્વજ્ઞને પામેલા છે; અને અન્ય દર્શનવાળા સર્વજ્ઞએ કહેલા પરિપૂર્ણ યોગમાર્ગને નહીં પામેલા હોવા છતાં સર્વજ્ઞથી કહેવાયેલા યોગમાર્ગની પ્રારંભિક ભૂમિકાને પામ્યા છે. તેથી અન્ય દર્શનવાળા સર્વજ્ઞના દૂરવર્તી ઉપાસકો છે, તોપણ તે સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે. ૧૫ા
અવતરણિકા :
પૂર્વશ્લોક-૧૫માં કહ્યું કે જેઓને વિશેષનો નિર્ણય નથી એવા પણ તે તે દર્શનવાળા સામાન્યથી મુખ્ય સર્વજ્ઞને પામેલા છે. તેથી જિજ્ઞાસા થાય કે વિશેષથી સર્વજ્ઞને પામેલા કોણ છે ? માટે કહે છે
શ્લોક ઃ
न ज्ञायते विशेषस्तु सर्वथाऽ सर्वदर्शिभिः ।
अतो न ते तमापन्ना विशिष्य भुवि केचन ।। १६ ।।
અન્વયાર્થ:
—
.
ઞસર્વશિમિસ્તુ=વળી અસર્વદર્શી વડે=છદ્મસ્થો વડે સર્વથા=સર્વ પ્રકારે વિશેષઃ ન જ્ઞાતે-વિશેષ જણાતો નથી, અત:=આથી મુવિ=પૃથ્વી ઉપર તે ચન=તેઓ કોઈપણ ત=તેને=સર્વજ્ઞને વિશિષ્ટ=વિશેષ કરીને ન આપન્ના:= પામેલા નથી. ||૧૬||
શ્લોકાર્થ :
વળી અસર્વદર્શી વડે સર્વ પ્રકારે વિશેષ જણાતો નથી, આથી જગતમાં તેઓ કોઈપણ સર્વજ્ઞને વિશેષ કરીને પામેલા નથી. ।।૧૬।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org