________________
કુતર્કગ્રહનિવૃતિહાવિંશિકા/શ્લોક-૧૫ તત તે કારણથી=પારમાર્થિક સર્વજ્ઞ એક છે તે કારણથી, તેની=સર્વજ્ઞની, સામાન્યથી જ જેટલાઓને પ્રતિપત્તિ =ભક્તિ છે, તે સર્વેડપિ તે સર્વ પણ તzતેને=મુખ્ય સર્વજ્ઞને, ઉપસા:=પામેલા છે. તિ એ પ્રકારે પરીચાયતિ:= સર્વોચ્ચ યુક્તિ છે.” (યો.દ.સ. શ્લોક-૧૦૪) ૧પ
વિશેષનિવેડપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે વિશેષના નિર્ણયમાં તો મુખ્ય સર્વજ્ઞને આશ્રિત છે, પરંતુ વિશેષના અનિર્ણયમાં પણ સામાન્યથી મુખ્ય સર્વજ્ઞને આશ્રિત છે. ભાવાર્થ – સર્વ દર્શનકારો એક સર્વજ્ઞના ઉપાસક :
ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્ય ગ્રહણ કરીને વિવિધ દર્શનમાં રહેલા જેઓ પોતાના ઉપાસ્યને પૂર્ણ પુરુષરૂપે માને છે અને પૂર્ણ પુરુષરૂપે તેમની ભક્તિ કરે છે, તેઓની તાત્ત્વિક આરાધનાનો વિષય સર્વજ્ઞ એક છે; કેમ કે જેમણે સંસારથી પર થવાનો યોગમાર્ગ બતાવ્યો છે, તે સર્વજ્ઞ છે, તે રૂપે બધા જ પોતાના ઉપાયને સ્વીકારે છે; અને તે માર્ગ બતાવનાર સર્વજ્ઞ વીર ભગવાન હોય કે ઋષભદેવ ભગવાન હોય, પણ તે સર્વમાં સર્વજ્ઞત્વ જાતિ સમાન છે; અને તે સર્વજ્ઞને ઉપાસ્ય તરીકે સ્વીકારીને કોઈ તેમને બુદ્ધ તરીકે ઉલ્લેખ કરે છે, તો કોઈ તેમને કપિલ તરીકે ઉલ્લેખ કરે છે, વસ્તુતઃ તેમની ઉપાસનાના વિષયભૂત વ્યક્તિમાં સર્વજ્ઞત્વ જાતિ સમાન છે. માટે સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞા છે અને તે તે દર્શનમાં રહેલા જે કોઈને પૂર્ણ પુરુષરૂપે પોતાના ઉપાસ્ય એવા બુદ્ધાદિમાં સર્વજ્ઞરૂપે ભક્તિ છે, પ્રાજ્ઞ એવા તેઓ મુખ્ય સર્વજ્ઞને પામેલા છે.
‘તેઓ પ્રાજ્ઞ છે એમ કહ્યું, તેનાથી એ કહેવું છે કે જેઓ કુતર્કનો આશ્રય કરતા નથી અને સંસારના સ્વરૂપને જાણે છે તેથી સંસાર અસાર લાગે છે, વળી સંસારથી અતીત અવસ્થા સારભૂત લાગે છે, તેથી સંસારથી અતીત અવસ્થાની પ્રાપ્તિના ઉપાયભૂત યોગમાર્ગનો આશ્રય કરે છે, તે સર્વ પ્રાજ્ઞ છે; અને આવા પ્રાજ્ઞ પુરુષો જે વસ્તુમાં વિશેષ નિર્ણય ન કરી શકે તે વસ્તુમાં આગ્રહ રાખતા નથી, પરંતુ યોગમાર્ગનો આગ્રહ રાખે છે. તેવા બુધ પુરુષો પોતાને માન્ય એવા બુદ્ધ કે કપિલાદિને સર્વજ્ઞરૂપે માનીને તેમની ભક્તિ કરતા હોય તોપણ અર્થથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org