________________
૪૮
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૧૩-૧૪ કરાવવા અર્થે સુવર્ણનું દૃષ્ટાંત આપવામાં આવે છે. તેથી જો આત્મા કર્મથી મુક્ત થઈ શકે છે, તેમ સર્વજ્ઞ જોતા ન હોય તો સુવર્ણના દૃષ્ટાંતમાત્રથી આત્મા કર્મથી મુક્ત થઈ શકે છે, તેની સિદ્ધિ થઈ શકે નહીં. તેમ અહીં છદ્મસ્થ અતીન્દ્રિય પદાર્થ જોતા નથી, આમ છતાં ક્ષણિકવાદી શાસ્ત્રનિરપેક્ષ પોતાની મતિથી સ્વીકારાયેલ પદાર્થની સિદ્ધિ માટે પાણીનું ઉદાહરણ આપે છે, અને જ્ઞાનાતવાદી બૌદ્ધ દ્રિચંદ્રાદિનું ઉદાહરણ આપે છે, તે ઉદાહરણથી અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ થઈ શકે નહીં. માટે શાસ્ત્રથી નિર્ણત પદાર્થને દૃષ્ટાંતથી સમજાવવો તે યુક્તિયુક્ત છે; પરંતુ શાસ્ત્રનિરપેક્ષ પોતાને માન્ય પદાર્થને દૃષ્ટાંતમાત્રથી સિદ્ધ કરવો તે કુતરૂપ છે. આથી અતીન્દ્રિય પદાર્થોમાં કુતર્કનો અવકાશ નથી, શાસ્ત્રનો જ અવકાશ છે.
આ રીતે અતીન્દ્રિય પદાર્થોમાં શાસ્ત્રનો જ અવકાશ છે. તેથી કુતર્કના અગ્રહથી શાસ્ત્રમાં જેમને શ્રદ્ધા છે, તેવા સાધક, અતીન્દ્રિય પદાર્થોને શાસ્ત્રના બળથી જાણવા પ્રયત્ન કરે, અને સર્વવિરતિરૂપ સંયમમાં યત્ન કરે, જે શીલરૂપ છે, અને જેના પાલનથી આત્માથી અતિરિક્ત સર્વ જીવોના દ્રોહની વિરતિ થાય છે, કેમ કે શીલવાન સાધુ ષટ્કાયના પાલનમાં ઉદ્યમવાળા હોય છે. વળી જેમ મોક્ષના અર્થી શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા હોય છે અને શીલવાળા હોય છે, તેમ યોગમાર્ગમાં તત્પર હોય છે અર્થાત્ મોક્ષસાધક એવા યોગોને સેવવામાં તત્પર હોય છે ઉદ્યમશીલ હોય છે, અને આવા સાધકો અતીન્દ્રિય અર્થને જોનારા થાય છે; કેમ કે શાસ્ત્રના વચનથી, શાસ્ત્રાનુસારી શીલની પ્રવૃત્તિથી અને યોગમાં કરાયેલા ઉદ્યમથી અતીન્દ્રિય પદાર્થોને પણ સાધક જોઈ શકે છે. ૧૩ અવતરણિકા :
ननु शास्त्राणामपि भिन्नत्वात्कथं शास्त्रश्रद्धापि स्यादित्यत आह - અવતરણિકાર્ય -
નનુ'થી શંકા કરે છે કે શાસ્ત્રોનું પણ ભિન્નપણું હોવાથી શાસ્ત્રની શ્રદ્ધા પણ કેવી રીતે થાય ? એથી કહે છે –
ક શાસ્ત્રાપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે દરેક દર્શનના શાસ્તાઓ તો જુદા છે, પરંતુ દરેક દર્શનનાં શાસ્ત્રો પણ જુદાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org