________________
૨૪
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૭ તેનો આશય એ છે કે સર્વદર્શનકારોને પ્રકૃતિ મોક્ષ છે, અને મોક્ષના ઉપાયરૂપે ઉપાદેય એવો યોગમાર્ગ અને હેય એવો સંસારમાર્ગ પણ પ્રકૃતિ છે. આ પ્રયોજનને છોડીને પદાર્થને એકાંત ક્ષણિક સ્થાપવારૂપ અપ્રયોજનરૂપ વસ્તુઅંશનું વિકલ્પન ક્ષણિકવાદી કરે છે. જો ઉપાદેયને અને હેયને સામે રાખીને ક્ષણિકવાદનું વિકલ્પન કરે તો એમ કહેવું જોઈએ કે “ભોગની આસ્થાના નિવર્તન અર્થે અને યોગમાર્ગમાં પ્રવૃત્તિ અર્થે ભગવાને પદાર્થોને ક્ષણિક કહ્યા છે, અને તે અર્થમાં ક્ષણિકવાદનું સ્થાપન કરે તો પ્રતીતિ અને ફળ દ્વારા તેનો ક્ષણિકવાદ બાધ પામે નહીં, પરંતુ તેને બદલે ‘પદાર્થ સર્વથા ક્ષણિક છે” એમ કહે છે, તે કથન ઉપાદેય એવા યોગમાર્ગ અને હેય એવા સંસારમાર્ગનું સાધક નથી, પરંતુ અપ્રયોજનરૂપ એવા વસ્તુઅંશના વિકલ્પનરૂપ છે અર્થાત્ શાસ્ત્રનિરપેક્ષ સ્વદર્શનના અવિચારક રાગને વશ થઈને એકાંત ક્ષણિકરૂપ વસ્તુઅંશના વિકલ્પનરૂપ છે; અને તેનાથી બાલ્યાવસ્થામાં જે હું હતો તે જ યુવાવસ્થામાં હું છું,’ એ પ્રકારની સર્વજનને જે પ્રતીતિ છે, તે પ્રતીતિનો બાધ થાય છે, અને યોગમાર્ગના ઉપદેશનું જ મોક્ષરૂપ ફલ તેનો બાધ થાય છે. માટે ક્ષણિકવાદિની પદાર્થના ક્ષણિકસ્થાપનની યુક્તિ કુતર્કરૂપ છે.
પ્રસ્તુત અનુમાનમાં દૃષ્ટાંત આપે છે : હાથી ઉપર આરૂઢ એવા મહાવત વડે કોઈક નૈયાયિકછાત્રને સામે આવતો જોઈને કહેવાયું કે “હાથી હણશે માટે તું દૂર ખસ” ત્યારે તે છાત્ર વિકલ્પ પાડે છે, “હાથી શું પ્રાપ્તને હણે છે ? કે અપ્રાપ્તને હણે છે ? જો હાથી પ્રાપ્તને હણતો હોય તો તને જ હણવો જોઈએ, અને જો હાથી અપ્રાપ્તને હણે તો આખા જગતને હણે. આ પ્રકારે છાત્ર પદાર્થને વિચાર્યા વિના બોલે છે તે કુતર્ક છે. આવો તર્ક કરતો નૈયાયિકછાત્ર હાથી વડે ગ્રહણ કરાયો અને કોઈક રીતે મહાવત વડે મુકાવાયો. તેમ યોગમાર્ગમાં પ્રવૃત્ત છે તે દર્શનમાં રહેલા પણ યોગીઓ આ બઠરની જેમ તે પ્રકારે તત્ત્વનો વિચાર કર્યા વગર વિકલ્પ કરે છે. તે આ રીતે –
જેમ ક્ષણિકવાદી પોતાના દર્શનના રાગને વશ થઈને બઠરની જેમ અનુભવને અનુરૂપ પદાર્થનો વિચાર કર્યા વગર તર્ક કરે છે કે “જેમ પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે માટે ભીંજવે છે,' તેમ “પદાર્થનો સ્વભાવ ક્ષણિક છે માટે અર્થક્રિયા કરે છે. આ રીતે વિકલ્પ કરતો, કુતર્કરૂપ હાથી વડે ગ્રહણ કરાયેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org