________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૨
ગમાર,માનતખ્તાલા=શમરૂપી બગીચામાં અગ્નિની જ્વાળા, જ્ઞાનવને દિમાની=જ્ઞાનરૂપી કમળમાં બરફનો સમૂહ, શ્રદ્ધાશi=શ્રદ્ધામાં શલ્ય, મોનાસ =અહંકારનો ઉલ્લાસ, સુનયાર્નના=સુનય માટે અર્ગલા=ભોગળ દ્યુત :=કુતર્ક છે. રા તર્જી શ્લોકાર્થ :
અન્વયાર્થ:
શમરૂપી બગીચામાં અગ્નિની જ્વાળા, જ્ઞાનરૂપી કમળમાં બરફનો સમૂહ, શ્રદ્ધામાં શલ્ય, અહંકારનો ઉલ્લાસ, સુનય માટે ભોગળ કુતર્ક છે. III
ટીકા ઃ
શમેતિ-વ્યઃ ।।
શ્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા કરેલ નથી. ।।૨।।
૫
ભાવાર્થ:
કુતર્કનાં અનર્થકારી ફળો :
(૧) ગમારામાનલખ્યાતા :- કુતર્ક શમરૂપી બગીચામાં અગ્નિની જ્વાળા છે. પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં સશ્રદ્ધાસંગત બોધ છે, તેથી કંઈક મિથ્યાત્વની મંદતા થયેલી છે. આથી પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો શમપરિણામમાર્ગમાં ચાલનારા છે, અને તે જીવોમાં વર્તતા શમપરિણામરૂપ બગીચામાં કુતર્ક અગ્નિની જ્વાળા છે.
જેમ બગીચામાં અગ્નિની જ્વાળા લાગે તો બગીચો વિનાશ પામે છે, તેમ પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો પણ સ્વદર્શનના વલણથી કુતર્કમાં પ્રવર્તે ત્યારે તેઓમાં વર્તતો શમપરિણામરૂપ બગીચો વિનાશ પામે છે.
અહીં શમપરિણામને બગીચાની ઉપમા આપી છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ બગીચો ખીલેલો હોવાના કારણે રમ્ય દેખાય છે, તેમ જીવમાં વર્તતો શમપરિણામ જીવની રમ્યતાને બતાવે છે; અને તે જીવમાં સ્વદર્શનના રાગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org