________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭-૨૮
અવતરણિકા :
પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે સર્વદર્શનકારોના પ્રણેતા એક સર્વજ્ઞ છે. ત્યાં પ્રશ્ન થાય કે દરેક દર્શનકારનાં શાસ્ત્રો પરસ્પર વિરોધી છે, તેથી તેમના પ્રણેતા એક સર્વજ્ઞ કઈ રીતે થઈ શકે ? તેનું સમાધાન ત્રણ રીતે કરે
છે
૧૦૪
(૧) શ્લોક-૨૭માં બતાવ્યું કે યોગમાર્ગને સેવનારી વ્યક્તિઓ તેમના પ્રણેતાઓને કોઈ કપિલ કહે છે તો કોઈ બુદ્ધ કહે છે. વસ્તુતઃ આ યોગમાર્ગને બતાવનારા કપિલ શબ્દથી વાચ્ય કે બુદ્ધ શબ્દથી વાચ્ય સર્વજ્ઞ છે, અથવા (૨) શ્લોક-૨૮માં બતાવે છે કે આ કપિલાદિ શબ્દોથી વાચ્ય તીર્થંકરો છે, અથવા (૩) શ્લોક-૨૯માં બતાવ્યા પ્રમાણે આ કપિલ શબ્દથી વાચ્ય કે બુદ્ધ શબ્દથી વાચ્ય તીર્થંકરના વચનને અનુસરનારા ઋષિઓ છે. આ ત્રણ વિકલ્પો સંભવી શકે છે.
તેમાં પ્રથમ વિકલ્પ સ્વીકારીને શ્લોક-૨૭માં કહ્યું કે સર્વજ્ઞ એવા કપિલાદિએ દ્રવ્યાસ્તિકપ્રધાન દેશના આપી છે અને બુદ્ધ આદિએ પર્યાયાસ્તિકપ્રધાન દેશના આપી છે. વળી સર્વજ્ઞ હંમેશાં પૂર્ણ વસ્તુને જાણનારા હોય છે, આમ છતાં શ્રોતાઓને જે રીતે ઉપકાર થાય તે રીતે ઉપદેશ આપતા હોય છે. તેથી કપિલ શબ્દથી કે બુદ્ધ શબ્દથી વાચ્ય કોઈક સર્વજ્ઞ પુરુષે લોકોના ઉપકારને સામે રાખીને યોગમાર્ગને બતાવનાર દ્રવ્યાસ્તિકપ્રધાન દેશના કે પર્યાયાસ્તિકપ્રધાન દેશના આપી છે. માટે કપિલ અને સુગતાદિની દેશનામાં પરમાર્થથી કોઈ ભેદ નથી.
હવે શ્લોક-૨૮માં કપિલાદિ સર્વજ્ઞએ ચિત્રદેશના કેમ આપી છે ? તેનો ખુલાસો શ્લોકના પૂર્વાર્ધથી કરે છે, અને કપિલાદિ સર્વજ્ઞ છે, એ પ્રકારનો ખુલાસો કર્યા પછી શ્લોકના ઉત્તરાર્ધથી, કપિલાદિ શબ્દથી વાચ્ય તીર્થંકરો છે, અને તેમનાથી ચિત્રદેશના શ્રોતાઓને કેમ પ્રાપ્ત થઈ ? તે બતાવે છે -
શ્લોક -
तयैव बीजाधानादेर्यथाभव्यमुपक्रिया । अचिन्त्यपुण्यसामर्थ्यादेकस्या वापि भेदतः (वा विभेदतः) ।। २८ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org