________________
૧૦૨
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ભીરુ એવા શિષ્યોને આશ્રયીને ઉપસર્જન કરાયેલ-ગૌણ કરાયેલ, પર્યાયવાળી દ્રવ્યપ્રધાન દેશના છે. વળી સુગાદિની ભોગઆસ્થાવાળા એવા જીવોને આશ્રયીને ઉપસર્જન કરાયેલ ગૌણ કરાયેલ, દ્રવ્યવાળી પર્યાયપ્રધાન દેશના છે.
ત્તિ શબ્દ “યથા'થી કરાયેલા કથનની સમાપ્તિ માટે છે.
અહીં પ્રશ્ન થાય કે કપિલાદિની દ્રવ્યપ્રધાન દેશના છે અને સુગાદિની પર્યાયપ્રધાન દેશના છે, એવું કેવી રીતે નક્કી થાય ? અર્થાત્ કપિલાદિએ એકાંત નિત્યદેશના નથી આપી, અને સુગાદિએ એકાંત અનિત્ય દેશના નથી આપી, પરંતુ ગૌણ-પ્રધાન ભાવથી દેશના આપી છે, તે કેમ નક્કી થાય ? તેથી કહે છે –
તેઓઃકપિલ, સુગતાદિ, અન્વય-વ્યતિરેક વસ્તુના જાણનારા નથી એમ નહીં, કેમ કે સર્વજ્ઞપણાતી અનુપપત્તિ છે=જો કપિલાદિ અવય-વ્યતિરેકી વસ્તુ જાણનારા હોય તો તેઓમાં સર્વજ્ઞપણાની અસંગતિ છે.
તે કહેવાયું છે-શિષ્યના અભિપ્રાયને અનુસાર કપિલાદિતી ચિત્રદેશના છે, તે “યોગદષ્ટિસમુચ્ચય' શ્લોક-૧૩૪માં કહેવાયું છે –
“તેષ કપિલ, સુગાદિની, જુદા જુદા પ્રકારની દેશના વળી શિષ્યોના અનુરૂપપણાથી છે, જે કારણથી આ મહાત્માઓ=સર્વજ્ઞ મહાત્માઓ, ભવરૂપ વ્યાધિને નાશ કરવામાં શ્રેષ્ઠ વૈદ્યો છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૪) ૨૭. ભાવાર્થસર્વજ્ઞનો ભેદ નહીં હોવા છતાં સર્વજ્ઞ એવા કપિલાદિની અને સર્વ એવા બુદ્ધાદિની દેશનાભેદની પ્રાપ્તિનું કારણ:
પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે સર્વદર્શનકારોના ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં ભેદ નથી. ત્યાં પ્રશ્ન થાય કે જો સર્વદર્શનના પ્રણેતા એક હોય તો કેટલાક પ્રણેતાઓએ નિત્યવાદની દેશના આપી, તો કેટલાક પ્રણેતાઓએ ક્ષણિકવાદની દેશના આપી. આ રીતે દેશનાનો ભેદ કઈ રીતે સંગત થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org