________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/પ્રસ્તાવના સ્થિરાદિ ચાર દૃષ્ટિનું વર્ણન ૨૪મી “સદ્દષ્ટિઢાત્રિશિકા'માં કર્યું. ‘તારાદિત્રયધાત્રિશિકા'માં અંતે કહ્યું કે, “અવેદ્ય-સંવેદ્યપદ જીતવું જોઈએ. આ પદ જીતવાથી પદાર્થ જેવો હોય તેવું જ યથાર્થ દર્શન-યથાર્થ વેદના થાય છે અને તેથી કુતર્કની નિવૃત્તિ થાય છે.” તેથી જિજ્ઞાસા થાય કે કુતર્ક એટલે શું?
કુતર્ક શુષ્કતર્કના અભિનિવેશરૂપ છે અર્થાત્ તત્ત્વથી પદાર્થનું દર્શન કરવાના બદલે કુતર્ક સ્વમાન્યતા અનુસાર, સ્વરૂચિ અનુસાર પદાર્થને જોડવા પ્રવર્તે છે. તેથી કુતર્કની નિવૃત્તિ આવશ્યક છે. સર્વ અનર્થોનું કારણ એવો કુતર્ક વર્તતો હોવાથી જ ચાર દૃષ્ટિ સુધીના જીવો મોક્ષના અર્થી હોવા છતાં “વેદસંવેદ્યપદ' પ્રાપ્ત કરી શકતા નથી. તેથી અવિદ્યાજનિત કદાગ્રહજનક આ કુતર્કનો આગ્રહ છોડી સર્વજ્ઞના વચનરૂપ શ્રુત-શીલ અને સમાધિમાં યત્ન કરી તત્ત્વની પ્રાપ્તિ કરી સર્વ ઉદ્યમથી યોગમાર્ગના પરમાર્થને જાણવો જોઈએ, જેથી યોગમાર્ગનો જીવનમાં પક્ષપાત વધતા યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રતિબંધક કર્મોનું વિગમન થાય અને શક્તિ અનુસાર યોગમાર્ગનું સેવન થતાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ દ્વારા શીધ્ર સંસારનો અંત થાય. કુતર્કનો ત્યાગ 2 મિથ્યાત્વનો નાશ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કુતર્કથી પીડિતને પ્રત્યક્ષ નુકસાનનું દષ્ટાંત -
ન્યાયશાસ્ત્ર (તર્કશાસ્ત્ર)નો અભ્યાસ કરી રહેલ કોઈ વિદ્યાર્થી રસ્તા ઉપરથી પસાર થતો હતો. સામેથી ઉન્મત્ત બનેલો, મહાવતના અંકુશથી રહિત હાથી આવી રહ્યો હતો. મહાવતે બૂમ પાડી “જલદી દૂર ભાગ, નહીંતર હાથી તને મારી નાંખશે.' ન્યાયશાસ્ત્રનું પરિણમન નહીં થયેલ હોવાથી વિદ્યાર્થી કહે છે : અરે મૂર્ખ ! યુક્તિ વિનાનું કેમ બોલે છે ? શું હાથી સ્પર્શલાને મારશે કે નહીં સ્પર્શેલાને ? જો સ્પર્શલાને મારે તો તે સ્પર્શેલો હોવાથી પહેલાં તને જ મારશે, અને નહીં અડકેલાને મારે તો આખું જગત નહીં અડકેલું હોવાથી જગતના બધા લોકોને મારશે.” આટલું બોલે છે ત્યાં હાથીએ સુંઢમાં તે વિદ્યાર્થીને પકડ્યો ને મહામુસીબતે મહાવત વડે મુક્ત કરાયો. અસ્થાને યોજેલા કુતર્કોથી જીવો પ્રત્યક્ષ કેવી નુકસાની અને વિનાશ નોતરી શકે છે, તેનું આ દ્વાર્કિંશિકામાં બતાવેલ સચોટ દૃષ્ટાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org