________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૪
શાસ્ત્રવિધિ અનુસાર સદનુષ્ઠાન સેવવામાં આવે ત્યારે તે અનુષ્ઠાનના સેવનથી જીવમાં શુભ ભાવ થાય છે, અને તેના કારણે શીધ્ર પુણ્યનો વિપાક પ્રાપ્ત થાય છે, કે જેથી સદનુષ્ઠાન સેવનારને શારીરિક, સાંયોગિક અનેક પ્રકારની સંપત્તિનું આગમન થાય છે. માટે સંપત્તિનું આગમન એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. (૫) ઉના :- ઇષ્ટાદિ વિષયક જિજ્ઞાસા સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
જે યોગીઓ સદનુષ્ઠાનને સેવતા હોય તેવા યોગીઓને પણ ઉપર-ઉપરના સદનુષ્ઠાનના પરમાર્થને જાણવાની જિજ્ઞાસા હોય છે, જે સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
આનાથી એ ફલિત થાય કે જે યોગી પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેમાં યત્નાતિશય કરતા હોય, આમ છતાં ઉપર ઉપરના અનુષ્ઠાનના વિષયમાં જાણવાની જિજ્ઞાસા નથી, અને પોતે જે સેવે છે તેમાં સંતોષવાળા છે, તેઓનું અનુષ્ઠાન સદનુષ્ઠાન નથી; કેમ કે અધિકની જિજ્ઞાસાના અભાવને કારણે તે અનુષ્ઠાન સાનુબંધ બનતું નથી. માટે જિજ્ઞાસા એ સદનુષ્ઠાનનું પાંચમું લક્ષણ છે.
(૬) સેવા - ઇષ્ટાદિ સદનુષ્ઠાનના જાણનારાઓની સેવા સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
જેઓ સદનુષ્ઠાન સેવતા હોય તેઓને ઉપર ઉપરના સદનુષ્ઠાનની નિષ્પત્તિની બળવાન ઇચ્છા હોય છે, તેથી તે અનુષ્ઠાનની પ્રાપ્તિના ઉપાયને જાણવાની જિજ્ઞાસા પણ હોય છે, વળી તેના જાણનારાઓ પ્રત્યે બહુમાનભાવ હોય છે, અને તે બહુમાનભાવની અભિવ્યક્તિરૂપે તેઓની સેવા કરે છે. જેઓ પોતાને પ્રાપ્ત થયેલું અનુષ્ઠાન સેવતા હોય, આમ છતાં તેના અધિક જાણનારાઓ પ્રત્યે ભક્તિ નથી, અને તેઓની સેવા કરવાની વૃત્તિ નથી, તેઓનું સારી રીતે સેવાયેલું પણ અનુષ્ઠાન સાનુબંધ નહીં હોવાના કારણે પરમાર્થથી સદનુષ્ઠાન નથી. માટે સદનુષ્ઠાનના જાણનારાઓની સેવા એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
(૭) તદનુગ્રહ :- સદનુષ્ઠાનના જાણનારાઓનો અનુગ્રહ તે સદનુષ્ઠાનનું સ્વરૂપ છે. - જે યોગીઓ આદરપૂર્વક અનુષ્ઠાન સેવતા હોય, ઉપર ઉપરના અનુષ્ઠાનને જાણવાની જિજ્ઞાસાવાળા હોય, અને સદનુષ્ઠાનના જાણનારાઓ પ્રત્યે ભક્તિવાળા હોય, અને તેના કારણે સદનુષ્ઠાનને જાણનારાઓની સેવા કરતા હોય, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org