________________
૯૪
તારાદિત્રયદ્વાલિંશિકા/શ્લોક-૩૧ ટીકા :
एत इति-एते भवाभिनन्दिनोऽसच्चेष्टया महारम्भादिप्रवृत्तिलक्षणया निजम्= आत्मानं मलिनं कुर्वते कर्मरज:सम्बन्धात्, बडिशामिषवत् मत्स्यगलमांसवत्, तुच्छे=अल्पे रौद्रविपाके प्रसक्ता भोगजे भोगप्रभवे सुखे ।।३१।। ટીકાર્ચ -
તે .. સુર ભોગ ભોગથી ઉત્પન્ન થયેલા તુચ્છ અલ્પ અને રૌદ્ર વિપાકવાળા સુખમાં બડિશ આમિષની જેમ=મસ્યગલમાંસની જેમ પ્રસક્ત= ગૃદ્ધ થયેલા આeભવાભિનંદી જીવો મહાઆરંભાદિ પ્રવૃત્તિ સ્વરૂપ અસચ્ચેષ્ટાવે કારણે પોતાના આત્માને કર્મરજના સંબંધથી મલિન કરે છે. ૩૧
મહરિપ્રવૃત્તિનક્ષળયા’ અહીં“ગરિ થી મહાપરિગ્રહાદિની પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
દૃષ્ટિબહારવર્તાિ જીવો ભવાભિનંદી છે, તેમ પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો પણ કંઈક અંશથી ભવનાં કારણોને સારરૂપે જુએ છે તેથી અંશથી ભવાભિનંદી છે, આથી વિકારી સુખને પણ સુખરૂપે જુએ છે. આથી જ તુચ્છ=અલ્પકાળ માટે સુખ આપનારા અને રૌદ્ર વિપાકવાળા એવા ઇન્દ્રિયોના ભોગથી ઉત્પન્ન થયેલા સુખમાં વૃદ્ધ બનીને મહાઆરંભાદિ પ્રવૃત્તિ કરીને કર્મ બાંધે છે.
અહીં વિશેષ એ છે કે વેદ્યસંવેદ્યપદવાળા જીવો નિર્વિકારી સુખને પારમાર્થિક સુખરૂપે જુએ છે, પરંતુ જેઓને તેવી નિર્મળ સૂક્ષ્મપ્રજ્ઞા પ્રગટી નથી, આમ છતાં યોગમાર્ગમાં પ્રવૃત્ત છે, તેવા પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો પણ પોતાનામાં રહેલા વિપર્યાસને કારણે કોઈક સ્થાનમાં ઇન્દ્રિયથી થતા સુખમાં સુખબુદ્ધિ ધારણ કરીને કર્મ બાંધે છે, અને તેઓ ગૃહસ્થ અવસ્થામાં હોય તો દુર્ગતિનું કારણ મહાઆરંભાદિ પ્રવૃત્તિ પણ કરે; જ્યારે બાહ્યથી તેમના જેવી સમાન મહાઆરંભાદિની પ્રવૃત્તિ કરનારા પણ વેદ્યસંવેદ્યપદવાળા જીવો વિવેકવાળા હોવાથી અવેદ્યસંવેદ્યપદવાળા જીવોની જેમ આત્માને મલિન કરતા નથી. આથી જ વિવેકવાળા એવા ચક્રવર્તી આદિ, મોટા રાજ્યોને ચલાવનારા હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org