________________
‘દ્વાચિંશદ્ધાવિંશિકા' ગ્રંથની તારાદિત્રયદ્વાચિંશિકાના ' શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩ર-૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થ દીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ ‘ધાત્રિશદ્દ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે.
જૈનાગમો ઉપર જબરજસ્ત ચિંતન-મનન કરી જિનાગમનાં રહસ્યોને તર્કબદ્ધ રીતે પ્રકાશિત કરનાર, સમર્થ શાસ્ત્રજ્ઞ, સૂરિપુંગવ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના મુમુક્ષુજનપ્રિય યોગશતક, યોગવિંશિકા, યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચ્ચય ઇત્યાદિ ગ્રંથરત્નોના પદાર્થો પૂ. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ તર્કબદ્ધ રીતે, સંકલન સ્વરૂપે સમવતાર સ્વરૂપે અને સંવાદી સ્વરૂપે સંગ્રહિત કર્યા છે, જેમાં પ્રાજ્ઞ મુમુક્ષુઓને અતિ આકર્ષણ કરે તેવા મુખ્યત્વે યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથના પદાર્થોનો અનુપમ સંગ્રહ, તેના વિશદીકરણ અને વિવેચન સાથે આ ગ્રંથની ૨૦ થી ૨૪ એમ કુલ પાંચ કાત્રિશિકામાં કરેલ છે.
પૂર્વે “ગીતાર્થ ગંગા' સંસ્થા દ્વારા મિત્રાદષ્ટિધાત્રિશિકા'નું પ્રકાશન થયું, ત્યારબાદ ‘તારાદિત્રયદ્રાન્ત્રિશિકા' આ ગ્રંથનું ૨૨મું પ્રકરણ છે. આત્મવિકાસની યાત્રા બતાવતી આઠ દૃષ્ટિમાં પ્રથમની ચાર દૃષ્ટિઓ મિથ્યાત્વઅવસ્થાયુક્ત હોવા છતાં મંદ મિથ્યાત્વને કારણે તેમાં રહેલા યોગીઓનો ગુણોનો સ્પષ્ટ વિકાસ જોવા મળે છે. અહીં ‘તારાદિત્રયાત્રિશિકામાં તારાષ્ટિ, બલાદૃષ્ટિ અને દીપ્રાષ્ટિ એમ ત્રણ દૃષ્ટિઓનું વર્ણન છે, જે સમ્યગ્દર્શનની પૂર્વેની ભૂમિકા છે. પ્રથમ ગુણસ્થાનકમાં સમાવિષ્ટ આત્મવિકાસ ચાર દૃષ્ટિમાં વિભક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org