________________
મિસાલાસિંશિકા/બ્લોક-૩૦ શ્યામ પુષ્પના વર્ણને ધારણ કરે છે. શ્લોકમાં “ગુ' શબ્દ વાક્યાલંકારમાં છે. રક્ષા ભાવાર્થ :
મિત્રાદષ્ટિવાળા યોગીઓમાં કેટલાક યોગીઓ પ્રજ્ઞાવાળા હોય છે. તેઓ અકલ્યાણમિત્રને ઓળખીને તેનાથી દૂર રહે છે અને સમ્યગું યત્નપૂર્વક સપુરુષના યોગને મેળવે છે. કદાચ પુરુષનો યોગ ન થાય તો પણ પોતાનામાં પ્રગટ થયેલો તત્ત્વનો પક્ષપાત નાશ ન પામે તેવા યત્નવાળા હોય છે. પરંતુ તેવી પ્રજ્ઞાવાળા જીવો ઓછા હોય છે અને મોટા ભાગના જીવો યોગમાર્ગમાં આવેલા હોવા છતાં મુગ્ધ હોય છે. તેવા મુગ્ધ મિત્રાદષ્ટિવાળા યોગી પુરુષના યોગથી ગુણને ધારણ કરે છે, તેથી તેમનામાં પ્રગટ થયેલી તસ્વરુચિ ક્રમસર વૃદ્ધિ પામે છે. પરંતુ સત્પરુષના યોગને બદલે અકલ્યાણમિત્રના યોગથી તેવા મુગ્ધ યોગીઓમાં વર્તતા મિથ્યાત્વના પરિણામને કારણે જે અતત્વનો રાગ છે. તે દઢ બને છે, અને તેથી તેવા મુગ્ધ યોગી અકલ્યાણમિત્રના યોગને કારણે દોષને પ્રાપ્ત કરે છે. જેમ સ્ફટિકમણિ લાલ ફૂલના સાંનિધ્યથી લાલ વર્ણને ધારણ કરે છે અને કાળા ફૂલના સાંનિધ્યથી કાળા વર્ણને ધારણ કરે છે, તેમ મુગ્ધ એવા પણ મિત્રાદષ્ટિવાળા જીવો સપુરુષના યોગથી ગુણને ધારણ કરે છે અને અકલ્યાણમિત્રના યોગથી દોષને ધારણ કરે છે. રહા અવતરણિકા :
પૂર્વ શ્લોક-૨૯માં સ્ફટિકના દાંતથી બતાવ્યું કે મુગ્ધ યોગીને સપુરુષના યોગથી ગુણની પ્રાપ્તિ અને અકલ્યાણમિત્રના યોગથી દોષની પ્રાપ્તિ થાય છે. હવે કલ્યાણની પ્રાપ્તિમાં પુરુષનો યોગ મુખ્ય છે તે દૃષ્ટાંતથી બતાવે છે – શ્લોક :
यथौषधीषु पीयूषं द्रुमेषु स्वर्दुमो यथा। - गुणेष्वपि सतां योगस्तथा मुख्य इहेष्यते ॥३०॥ અન્વયાર્થ - જથીષથી=જેમ ઔષધિઓમાં વધૂઅમૃત ચણા પુ=જેમ વૃક્ષોમાં =કલ્પવૃક્ષ તથા તેમાં થોડા =સપુરુષોનો યોગનુષ્ય ગુણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org