________________
મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૨૪
તે કહેવાયું છે=પ્રથમ દૃષ્ટિમાં ગુણસ્થાનપદની અન્વર્યયોજના સંગત છે, તે હરિભદ્રસૂરિ મહારાજ વડે કહેવાયું છે –
“સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાન વર્ણન કરાયું તે=પ્રથમ ગુણસ્થાન, આ જ અવસ્થામાં જ=મિત્રાદષ્ટિવાળી અવસ્થામાં જ, અન્વર્જયોગને કારણે મુખ્ય છે.” (યો.દ.સ.શ્લો. ૪૦)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૨૪
ભાવાર્થ -
ભગવાનના શાસનમાં ગુણસ્થાનપદ ૧૪ ગુણસ્થાનકોમાં પ્રવર્તે છે; અને જે જીવો યોગમાર્ગને લેશ પણ પામ્યા નથી, તેઓને મિથ્યાત્વગુણસ્થાનકમાં સ્વીકારીએ તો, મોક્ષને અનુકૂળ એવું ગુણનું સ્થાન તે ગુણસ્થાનક એ પ્રકારનો ભાવ તે મિથ્યાદષ્ટિ જીવોમાં નથી, તેથી તે સ્થાનમાં ગુણસ્થાનકપદ સ્કૂલના પામે છે. પરંતુ પહેલી દષ્ટિવાળા જીવોમાં મિથ્યાત્વગુણસ્થાનક સ્વીકારવામાં આવે તો, મોક્ષને અનુકૂળ એવું ગુણોનું સ્થાન તે ગુણસ્થાનક એ પ્રકારનો ભાવ તે પહેલી દષ્ટિવાળા મિથ્યાદષ્ટિ જીવોમાં સંગત થાય છે. તેથી મિત્રાદષ્ટિવાળા જીવોને આશ્ચયીને પહેલા ગુણસ્થાનકથી આરંભીને ચૌદ ગુણસ્થાનકોમાં મોક્ષને અનુકૂળ એવા ગુણોના સ્થાનરૂપે ગુણસ્થાનકપદ અલવૃત્તિપ્રયોગનો વિષય બને છે. માટે મિત્રાદષ્ટિમાં ગુણસ્થાનકપદની અન્વર્યયોજના સંગત થાય છે. અર્થાત્ “જે મોક્ષને અનુકૂળ ગુણોનું સ્થાન હોય તે ગુણસ્થાનક" એ પ્રકારના વ્યુત્પત્તિ અર્થની સંગતિ થાય છે; કેમ કે મિત્રાદષ્ટિવાળા યોગીઓમાં સટૂણામાદિ યોગબીજના ગ્રહણરૂપ ગુણની ઉપપત્તિ છે, તેથી તેઓ મોક્ષને અનુકૂળ ગુણોનું સ્થાન છે.
અહીં મિથ્યાત્વગુણસ્થાનક એટલે મિથ્યાત્વ=તત્ત્વનો વિપર્યાસ, હોતે છતે મોક્ષને અનુકૂળ એવું ગુણોનું સ્થાન તે મિથ્યાત્વગુણસ્થાન, તેવો અર્થ સમજવો; પરંતુ તત્ત્વનો વિષય છે માટે મિથ્યાત્વગુણસ્થાનક છે, એવો અર્થગ્રહણ કરવો નહીં.
જીવમાત્રમાં જ્ઞાનગુણ છે, તેથી ગાઢ મિથ્યાદષ્ટિ કે અભવ્યમાં પણ મિથ્યાત્વગુણસ્થાનક પદની પ્રવૃત્તિ થાય છે; તોપણ મોક્ષને અનુકૂળ ગુણ તેમનામાં નહીં હોવાથી ગુણસ્થાનકપદની પ્રવૃત્તિ પરમાર્થથી નથી; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org