________________
૫૦
મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૦ પૂર્વમાં “વાચના” શબ્દથી સ્વયં વાચનનું ગ્રહણ કર્યું, જયારે સ્વાધ્યાયના પેટા ભેદોમાં “વાચના' શબ્દથી ગુરુ પાસેથી જે વાચના ગ્રહણ કરવામાં આવે તેનું ગ્રહણ કરવાનું છે.
(૧૭) સન્શાસ્ત્રોની ચિંતના - યોગમાર્ગને કહેનારા ગ્રંથોના અર્થોને સામે રાખીને સન્શાસ્ત્રોનું ચિંતન કરે તે ચિંતના છે. આ ચિંતનામાં વાચનાદિથી ગ્રહણ કરાયેલા પદાર્થો વિષયક સૂક્ષ્મ વિચારણા કરવામાં આવે છે. આ ચિંતવનથી શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ એ ત્રણથી આ પદાર્થ આમ જ છે એવો સ્થિર નિર્ણય પ્રગટે છે. આ પ્રકારનું ચિંતન જો સાસ્ત્રો પ્રત્યેના બહુમાનથી થતું હોય તો યોગબીજ છે, પરંતુ માત્ર પોતાની બુદ્ધિના વિકાસ માટે કે સૂક્ષ્મ પદાર્થોને લોકો આગળ કહેવાના આશયથી ચિંતન થતું હોય તો યોગબીજ નથી.
(૧૮) સન્શાસ્ત્રોની ભાવના :- સશાસ્ત્રવિષયક પદાર્થોથી આત્માને ભાવિત કરવો તે યોગબીજ છે.
સારાંશ - યોગમાર્ગ પ્રત્યેના બહુમાનભાવપૂર્વક, આ લોક અને પરલોકની આશંસા વગર અત્યંત ઉપયુક્ત થઈને લેખનાદિ સર્વ કૃત્યો કરવામાં આવે કે જેનાથી યોગમાર્ગ પ્રત્યે બળવાન રાગના સંસ્કારો આધાન થાય તે યોગબીજ છે; અને તે પ્રકારના ઉપયોગ વિના માત્ર બાહ્ય ક્રિયા થાય કે આ લોક અને પરલોકની આશંસા વર્તતી હોય તો તે ક્રિયા યોગબીજ બને નહીં. ૧૬
અવતરણિકા :
વળી અન્ય યોગબીજો બતાવે છે – શ્લોક :
बीजश्रुतौ परा श्रद्धान्तविस्रोतसिकाव्ययात् ।
तदुपादेयभावश्च फलौत्सुक्यं विनाधिकः ॥१७॥ અન્વયાર્થ :
મન્તવિતાવ્યા અંતર્વિસ્રોતસિકાના વ્યયથી બનશ્રર્તા= બીજશ્રુતિમાં પરાશ્રદ્ધા ઉત્કૃષ્ટ શ્રદ્ધા અને પત્નસુવર્યા વિના ફળની ઉત્સુકતા વિના, સંધિવા અતિશય તદુપાયમાવ: તેનો ઉપાદેયભાવ= બીજશ્રુતિના ગ્રહણનો પરિણામ યોગબીજ છે. /૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org