________________
મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૨ ઉપયોગવાળા બન્યા છે; તે વખતે મિત્રાદષ્ટિવાળા જીવોને સરાગ અપ્રમત્તમુનિ જયારે વીતરાગદશા પ્રાપ્ત કરે ત્યારે જેવા પ્રકારના આનંદનો અનુભવ થાય છે તેવા પ્રકારના આનંદનો અનુભવ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભક્ત સાધકને જ્યારે ગુણવાન એવા ભગવાનને ગુણવાનરૂપે જોઈને ગુણના પક્ષપાતથી ઈહલોકની અને પરલોકની આશંસારહિત ગુણવાન એવા ભગવાન પ્રત્યે વર્તતા બહુમાનભાવથી ભક્તિ થાય છે, ત્યારે તેને વીતરાગતા અભિમુખ કોઈક પરિણામ થાય છે જે પરિણામ મોહના શમનને કારણે શાંતરસના આનંદસ્વરૂપ છે; અને જેમ અપ્રમત્તમુનિને વીતરાગતા પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્વ કરતાં ઘણો અધિક આનંદ પ્રગટે છે, તેમ મિત્રાદષ્ટિવાળા યોગીને પણ યોગમાર્ગની પ્રાપ્તિથી જે આનંદ વર્તતો હતો તેના કરતાં સંશુદ્ધ કુશળચિત્તની પ્રાપ્તિ સમયે ઘણો અધિક આનંદ પ્રગટે છે. |૧૧||
અવતરણિક :
પૂર્વ શ્લોક-૧૧માં કહ્યું કે જે પ્રમાણે યોગાચાર્યોએ કહ્યું છે. તેથી યોગાચાર્યોએ શું કહ્યું છે તે બતાવે છે – શ્લોક -
ईषदुन्मज्जनाभोगो योगचित्तं भवोदधौ ।
तच्छक्त्यतिशयोच्छेदि दम्भोलिन्थिपर्वते ॥१२॥ અન્વયાર્થ :
મોતથી {ષદુનામો:=સંસારરૂપી સમુદ્રમાં કંઈક ઉન્મજ્જનના ઉપયોગવાળું તથ્યવસ્થતિશયો છે તેની શક્તિના=ભવશક્તિના ઉદ્રકનો ઉચ્છેદ કરનાર=નાશ કરનાર પર્વતે મોતિ=ગ્રંથિરૂપી પર્વતમાં વજ જેવું ચારિત્ત યોગચિત્ત છે. ૧ રા. શ્લોકર્થ -
સંસારરૂપી સમુદ્રમાં કંઈક ઉન્મજ્જનના ઉપયોગવાળું, ભવશક્તિના ઉદ્રકનો ઉચ્છેદ કરનાર, ગ્રંથિરૂપી પર્વતમાં વજ જેવું યોગચિત્ત છે. ૧રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org