________________
૧૪
મિત્રાતાસિંશિકા/બ્લોક-૪ ક્રોધ-લોભ અને મોહમૂલ વિતર્કો -
(૧) મોહમૂલક હિંસાદિ સેવન - કોઈ જીવને જે આત્માના ભાવો ન હોય તેમાં આત્માના ભાવોનું અભિમાન હોય જેમ કે કર્મબંધના કારણભૂત ભાવોને પણ ધર્મરૂપે માને તો તે વિપર્યાસરૂપ છે, અને આવા વિપર્યાસને કારણે હિંસાદિ આરંભોનું સેવન કરે છે તે મોહમૂલક હિંસાદિનું સેવન છે.
(૨) લોભમૂલક હિંસાદિ સેવન :- કોઈ જીવને આત્માના ભાવોનો અને આત્માથી ભિન્ન ભાવોનો યથાર્થ બોધ છે તેથી વિપર્યાલ નથી, પરંતુ શરીરની શાતાના અર્થીપણાથી હિંસાદિમાં પ્રવૃત્તિ કરે છે તે લોભમૂલક હિંસાદિનું સેવન છે.
(૩) ક્રોધમૂલક હિંસાદિ સેવન:- કોઈ મોહ વિનાનો મિથ્યાત્વ વિનાનો, પણ જીવ ક્રોધને વશ થઈને અર્થાત્ પોતાના અશાતાદિ ભાવોની અરુચિને વશ થઈને હિંસાદિમાં પ્રવૃત્તિ કરે છે તે ક્રોધથી હિંસાનું સેવન છે.
આ વિતર્કોનું યોગી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ સાધક તેનાથી વિરામ પામે તો ક્રોધ, લોભ અને મોહના વશથી થતા વિતર્કો શાંત થાય છે. કૃત-અનુમિત-કારિત વિતર્કો -
વળી આ ક્રોધ, લોભ અને મોહથી હિંસાદિના વિકલ્પો થાય છે, તે હિંસાદિના વિતર્કો સ્વયં કરવારૂપે હોય કે કોઈને કરાવવારૂપે હોય અથવા કરતા એવા કોઈના અનુમોદનરૂપે હોય, આ ત્રણે પ્રકારના વિતર્કોને આશ્રયીને વિચારીએ તો ક્રોધ, લોભ અને મોહ એ દરેક દોષથી કૃત, અનુમિત, કારિત એ ત્રણ ત્રણ પ્રકારે એમ કુલ નવ પ્રકારના વિતર્કો થાય છે. મૃદુ-મધ્ય-અધિમાત્ર વિતક :
ઉપર્યુક્ત નવ પ્રકારના વિતર્કો કોઈને મંદ માત્રાના હોય, કોઈને મધ્ય માત્રાના હોય અને કોઈને તીવ્ર માત્રાના પણ હોય. તે આ રીતે –
ક્રોધને વશ થઈને કોઈ જીવ હિંસા કરતો હોય તોપણ પરિણામ તેવા તીવ્ર ન હોય પરંતુ સામાન્ય કક્ષાના હોય તો તે મૃદુમાત્રાવાળો વિતર્ક છે. કોઈને તે પરિણામ આવો સામાન્ય કક્ષાનો પણ ન હોય અને તીવ્રમાત્રાનો પણ ન હોય તો તે મધ્યમાત્રાવાળો વિતર્ક છે. કોઈને તે પરિણામ અતિતીવ્ર હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org